મધ્યપ્રદેશમાં/ ‘જય શ્રીરામ’ સોશિયલ મીડિયા પર લખતા મુસ્લિમ યુવકને ઢોર માર મારવામાં આવ્યો

મુનવ્વર અંસારી નામના યુવકે સોશ્યિલ મીડિયા પર જય શ્રી રામ લખીને પોસ્ટ કરી હતી, આ મામલે  તેની સાથે મારપીટ કરવામાં આવી હતી

Top Stories India
5 17 'જય શ્રીરામ' સોશિયલ મીડિયા પર લખતા મુસ્લિમ યુવકને ઢોર માર મારવામાં આવ્યો

મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મુનવ્વર અંસારી નામના યુવકે સોશ્યિલ મીડિયા પર જય શ્રી રામ લખીને પોસ્ટ કરી હતી, આ મામલે  તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. આરોપ છે કે 15-16 યુવકો મુનવ્વર અંસારીના ઘરમાં ઘૂસી ગયા અને તેની મારપીટ કરી. એટલું જ નહીં આરોપીઓએ મુનવ્વરના પરિવારજનોને પણ માર માર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ફેસબુક પર જય શ્રી રામ લખવા બદલ મુનવ્વર અંસારીને માર મારવાની ઘટના ભોપાલના બિલખેરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પીડિતા મુનવ્વર અન્સારીનું કહેવું છે કે તે ફેસબુક પર સતત જય શ્રી રામ પોસ્ટ કરતો હતો. આનાથી ઘણા મુસ્લિમ યુવકો નારાજ થયા હતા અને તેને મારવાની ધમકીઓ પણ આપતાં હતા.

મુસ્લિમના અસમાજિક તત્વોએ ઘરમાં  ઘૂસીને યુવકના આખા પરિવારને માર માર્યો હતો. તેના ઘરમાં રાખેલ સામાન તુટી ગયો હતો. 15 થી 16 મુસ્લિમ યુવકોએ તેની અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો.

પીડિતાનો આરોપ છે કે પોલીસ સ્ટેશનમાં તેની એફઆઈઆર લખવામાં આવી રહી નથી. જે બાદ પીડિતાએ પોલીસ સ્ટેશનની અંદરથી જ વીડિયો બનાવ્યો અને ન્યાયની આજીજી કરી. જણાવવામાં આવી રહ્યું છે કે પીડિત મુનવ્વર અંસારી ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માનો સમર્થક છે. સારિક અહેમદ અને તેના સહયોગીઓ પર હુમલાનો આરોપ છે.