વાયુ પ્રદૂષણ/ દિલ્હીમાં શનિવારથી આ વર્ગોની શાળાઓ ખુલશે,જાણો વિગત

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ દિલ્હી-NCRમાં ધોરણ 6 અને તેથી વધુના વર્ગના વિધાર્થી માટે શાળાઓ અને કોલેજોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે

Top Stories India
SCHOOL દિલ્હીમાં શનિવારથી આ વર્ગોની શાળાઓ ખુલશે,જાણો વિગત

એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશન (CAQM) એ દિલ્હી-NCRમાં ધોરણ 6 અને તેથી વધુના વર્ગના વિધાર્થી માટે શાળાઓ અને કોલેજોને ફરીથી ખોલવાની મંજૂરી આપી છે. આ પછી દિલ્હીની કેજરીવાલ સરકારે શાળા ખોલવાનો નિર્ણય લીધો છે.ઉલ્લેખનીય છે કે  દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે શાળા બંધ કરવામાં આવી હતી.

કેન્દ્રની પ્રદૂષણ નિયંત્રણ સંસ્થાએ કહ્યું, “પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે 27 ડિસેમ્બરથી સીધા જ વર્ગો શરૂ કરી શકાય છે.” કમિશને કહ્યું કે તેને શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે મોટી સંખ્યામાં મેમોરેન્ડા પ્રાપ્ત થયા છે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુસરીને, કમિશને વિવિધ સંગઠનો તરફથી પ્રતિબંધોને હળવા કરવા અંગે મળેલી વિનંતીઓ પર વિચાર કર્યો છે. કોવિડ-19ને કારણે લગભગ 19 મહિના સુધી બંધ રહ્યા બાદ દિલ્હીમાં શાળાઓ 1 નવેમ્બરથી તમામ વર્ગો માટે ફરીથી ખોલવામાં આવી હતી. 13 નવેમ્બરે શહેરની ખરાબ હવાની ગુણવત્તા અંગે ઉચ્ચ અદાલતે સત્તાવાળાઓની ઝાટકણી કાઢ્યા પછી આને ફરી એક સપ્તાહ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.પ્રદૂષણમાં થોડો ઘટાડો થવાને કારણે 29 નવેમ્બરના રોજ શાળાઓ ફરી ખોલવામાં આવી હતી, પરંતુ 2 ડિસેમ્બરે ફરીથી બંધ કરવામાં આવી હતી.