ભારત બંધ/ ગુજરાતમાં ક્યાં કેવો રહ્યો માહોલ આવો જાણીએ

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બીલની વિરોધમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વિવિધ સ્થળે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવીછે.

Top Stories Gujarat
Untitled 5 ગુજરાતમાં ક્યાં કેવો રહ્યો માહોલ આવો જાણીએ

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ બીલની વિરોધમાં આજે ખેડૂતો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું, જેને ગુજરાતમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. વિવિધ સ્થળે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવીછે.

ભાવનગર

ભાવનગરમાં નહિવત અસર જોવા મળી હતી.  ભાવનગર માર્કેટિંગ યાર્ડ યથાવત  ચાલુ રહ્યું હતું. શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઘોઘાગેટ ખાતે કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયાની અટકાયત કરવામાં આવી હતી. 30 જેટલા લોકોની પોલીસે કરી અટકાયત

અમરેલી

અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અટકાયત કરવામાં આવી હતી. અમરેલી શહેરમા બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ભાજપ નેતા દિલીપ સંઘાણી સાયકલ  લઈને બજાર ચાલુ રાખવા માટે નીકળ્યા હતા. તો પરેશ ધાનાણી ને એકટીવા લઈને બજાર બંધ કરાવવા નીકળ્યા હતા.

પોરબંદર

ભારત બંધને લઈને પોરબંદરમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. માર્કેટ યાર્ડ ખાતે ભારત બંધનું મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. શહેરના અમુક દુકાનો ખુલી તો અમુક બંધ રહી હતી. દુકાન બંધ કરવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

અમદાવાદ

અમદાવાદ NSUIના કાર્યકર્તાઓએ કૃષિ કાયદા સામે વિરોધ નોધાવ્યો હતો. ગુલબાઇ ટેકરા અને પાસપોર્ટ ઓફિસ પાસે વિરોધ કર્યો હતો. પૂતળું સળગાવી વિરોધ દર્શાવ્યો હતો. BRTS બસ રોકી ચાવી લઈને ફરાર થી ગયા હતા. ભારત બંધને પગલેNSUI  કાર્યકર્તા બજાર બંધ કરાવવા નીકળ્યા હતા. દરિયાપુરમાં કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. દરિયાપુર કાઉન્સિલર સહિત 10ની અટકાયત કરવામાં આવી હતી.

સુરત

સુરત ભારત બંધના એલાનને પગલે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. માંડવી કીમ રાજ્યધોરી માર્ગ પર ટાયરો સળગાવ્યા હતા. અમલસાડી ગામ નજીક સ્ટેટ હાઇવે ઉપર ટાયર સળગાવ્યા હતા. તો સુરતના માંડવી બજારો બંધ રહ્યા હતા. માંડવી નગરમાં દુકાનદારોએ સ્વયંભૂ બંધ રાખ્યો હતો. પોલીસનો માંડવી નગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

સુરત ખેડૂત સમાજના પ્રમુખની અટકાયત કરવામાં આવી હતી. ઓલપાડ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. ઓલપાડ બજાર બંધ કરવા નીકળતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય આનંદ ચૌધરી અને તાલુકા પ્રમુખની પણ પોલીસે અટકાયત કરી હતી.

સાબરકાંઠા

સાબરકાંઠા પ્રાંતિજ હાઈવે પર કોંગ્રેસ દ્વારા કૃષિ બીલના સામે વિરોધ નોધાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ હાથમાં ફુલાવર રાખી વિરોધ નોધાવ્યો હતો. પોલીસે 15 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ભાવનગર

ભાવનગર સિહોરમાં ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો  હતો. ભારત બંધ ના એલાનની સિહોરમાં કોઈ જ અસર જોવા મળી નાં હતી. સિહોરના વેપાર ધંધાઓ ચાલુ જોવા  મળ્યા હતા. ભાવનગરમાં પાર્ટીના કાર્યકરો રસ્તા પર ઉતર્યા હતા. પોલીસે 10 થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી.

દ્વારકા

દ્વારકા ખંભાળીયામાં ખેડૂતોના બંધ મુદ્દે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો હતો. રોડ રસ્તા રોકી વિરોધ કરતા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દ્વારકા કલ્યાણપુરમાં સજ્જડ બંધ  જોવા મળ્યું હતો. કલ્યાણપુરના બજારો બંધ જોવા મળ્યા હતા. ગામના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. દ્વારકા જામખંભાળીયા માર્કેટિંગ યાર્ડ ચાલુ રહ્યું હતું. જિલ્લાનું સૌથી મોટું માર્કેટીંગ યાર્ડ ચાલુ રહ્યું. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. જામખંભાળિયા MLA વિક્રમ માડમની અટકાયત

આણંદ

આણંદનું ઉમરેઠ ગામ બંધ રહ્યું હતું. ગામમાં સ્વૈચ્છિક બંધ પાડવામાં આવ્યો.

ઊંઝા

ઊંઝા માર્કેટયાર્ડ પર ભારત બંધની અસર જોવા મળી હતી. સત્તાવાર રીતે ઊંઝા માર્કેટયાર્ડ આજે શરૂ થયું હતું. વેપારીઓ પોતાના ધંધા રોજગારથી અળગા રહ્યા હતા. મોટાભાગના વેપારીઓ બંધમાં જોડાયા નાં હતા.

દાહોદ

દાહોદમાં બજારો બંધ જોવા મળ્યા હતા. દાહોદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો. ટાયર સળગાવી કર્યો વિરોધ નોધાવ્યો હતો.

ભુજ

ભુજની મુખ્ય બજારોમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. કેટાલાક વિસ્તારોમાં બજારો બંધ હતા. તો કેટલાક વિસ્તારોમાં દુકાનો ખ્લ્લી  હતી. બજારમાં બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો. ભુજમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. દુકાનો બંધ કરાવવા નીકળેલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. પોલીસે મહિલાઓ સહિત 25 કાર્યકરોને ડિટેઈન કર્યા હતા.

છોટાઉદેપુર

ભારત બંધને પગલે છોટાઉદેપુરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારત બંધને લઇને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. બોડેલી,સંખેડા,નસવાડીમાં નહીવત્ અસર જોવા મળી હતી.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ધાંગ્રધા શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ખેડૂતોના સમર્થનમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો  હતો.

જામનગર

જામનગર ધ્રોલ ખાતે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ધ્રોલના વિપક્ષી નેતાની અટકાયત કરવામાં આવી હતી. કોંગી આગેવાનો, કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…