Not Set/ લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

ઉત્તર પ્રદેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશમાં મહાન સંત કબીરની નગરી મગહરના પ્રવાસે છે. મોકો તો કબીરના 620માં પ્રગટ્ય દિવસનો છે. જેમાં નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રીએ કબીરની મજાર પર ચાદર ચડાવી અને માથું ટેકવ્યું હતું. પરંતુ જયારે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત કરવા આવ્યા તો રાજનીતિક સંદેશ આપવાનું ચુક્યા નહતા. પીએમ મોદીએ ભાષણમાં વિપક્ષને નિશાના […]

Top Stories India Politics
698510 modi લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

ઉત્તર પ્રદેશ,

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઉત્તર પ્રદેશમાં મહાન સંત કબીરની નગરી મગહરના પ્રવાસે છે. મોકો તો કબીરના 620માં પ્રગટ્ય દિવસનો છે. જેમાં નક્કી થયેલા કાર્યક્રમ મુજબ પ્રધાનમંત્રીએ કબીરની મજાર પર ચાદર ચડાવી અને માથું ટેકવ્યું હતું. પરંતુ જયારે પ્રધાનમંત્રી લોકોને સંબોધિત કરવા આવ્યા તો રાજનીતિક સંદેશ આપવાનું ચુક્યા નહતા. પીએમ મોદીએ ભાષણમાં વિપક્ષને નિશાના પર લીધા. અને સરકારને જે મુદ્દા પર ઘેરવામાં આવી રહી છે. એ બધા મુદ્દાઓના જવાબ આપ્યા. આ સાથે જ 2019ની લોકસભા ચુંટણીનું બ્યુગલ પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશથી ફૂંક્યું છે.

modi maghar live લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

ત્રણ તલાકના મુદ્દાને લઈને પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધું હતું. સરકારે ત્રણ તલાક બીલ લોકસભામાં તો પસાર કરી લીધું હતું. પરંતુ રાજ્યસભામાં પસાર થઇ શક્યું નહતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે મુસ્લિમ મહિલાઓ આ બીલના સમર્થનમાં છે. દેશની મહિલાઓને સમાન હક મળવો જોઈએ. પરંતુ લાગે છે કે વિપક્ષને પોતાની વોટબેન્કની વધારે ચિંતા છે.

Modi Maghar 875 લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

પ્રધાનમંત્રીએ કબીરના મંચ પરથી ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર નિશાનો સાધતા કહ્યું કે જયારે ગરીબો અને મધ્યમ વર્ગ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરુ કરવામાં આવી, તો સમાજવાદી પાર્ટીની સરકારે કોઈ ડેટા આપ્યો નહતો. અમારી સરકારે ઘણી ચીઠ્ઠીઓ લખી અને ફોન પણ કર્યા. પીએમએ કહ્યું કે એમની સરકાર ફક્ત હાથ પર હાથ ધરીને બેઠી હતી.

56257835.cms લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

બે દિવસ પહેલા ઈમરજન્સીને 43 વર્ષ પુરા થયા છે. જેના પર પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. આટલુજ નહિ ઈશારા ઈશારામાં પીએમએ મહાગઠબંધનને પણ આડે હાથ લીધું હતું. એમણે કહ્યું કે સત્તાની લાલચ એવી છે કે ઈમરજન્સી લગાવવા વાળા અને ઈમરજન્સીનો વિરોધ કરવા વાળા આજે ખભાથી ખભો મેળવીને સત્તા ઝપટવા માંગે છે. તેઓ ફક્ત પોતાના પરિવારોના હિતોને લઈને ચિંતિત છે.

74155 bektfkopmm 1511004648 લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

આટલે જ ના રોકાતા પ્રધાનમંત્રીએ હાલમાં થયેલા અખિલેશ યાદવના બંગલાના વિવાદ પર પણ ચુટકી લીધી હતી. એમણે કહ્યું કે કબીરે કહ્યું હતું કે સેવામાં મન લગાવો, પરંતુ કેટલાક લોકોનું મન ફક્ત પોતાના બંગલામાં જ લાગેલું છે. પીએમએ કહ્યું કે સમાજવાદ અને બહુજનની વાતો કરવા વાળા લોકો આજે જનતાને ઠગવાનું કામ કરી રહ્યા છે.

7a5fc5a5 ebda 4029 be30 bbd2ec24e3b9 લોકસભા 2019: કબીરના મંચ પરથી પ્રધાનમંત્રી મોદીનો ચુંટણી હુંકાર

ગાંધી પરિવાર પર હુમલો કરતા પ્રધાનમંત્રીએ કબીરની વાતોનું ઉદાહરણ આપ્યું હતું. એમણે કહ્યું કે કબીર શાસકના રૂપમાં ભગવાન રામની વાતો કરતા હતા. પરંતુ આજ ના સમયમાં કેટલાક પરિવાર ખુદને જનતાના ભાગ્ય-વિધાતા સમજે છે.