Not Set/ સુરતમાં MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, લાખોની કિંમતનો માલ જપ્ત

સુરતથી એક યુવકની MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસેઆરોપી પાસેથી….

Top Stories
MD ડ્રગ્સ

અત્યારના સમયમાં ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધુ જતું હોય તેમ છાસવારે ડ્રગ્સ સાથે આરોપીઓ પકડાતા હોય છે ત્યારેવધુ એકવાર સુરતથી એક યુવકની MD ડ્રગ્સ સાથે ધરપકડ કરવામાં આવી છે. MD ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસેઆરોપી પાસેથી 58.530 ગ્રામ MD ડ્રગ્સ કબજે કર્યું. જેની કિમત લાખોમાં અંકાઇ રહી છે. ઝાલોરના પ્રવિણ વાના નામના શખ્સ પાસે ડ્રગ્સનો જથ્થો સરથાણાના જૈમીન સવાણીએ મંગાવ્યો હતો. જેથી પોલીસે પોલીસે જૈમીન સવાણી સહિત બેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :થાનગઢમા ભૂમાફયાઓએ ખોદી નાખ્યા ગૌચર ,પશુપાલકોમાં રોષ ભરાયો

આપને જણાવીદઈએ કે આ પહેલા અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં નશીલા પદાર્થોની બદી સંદત નેસ્ત નાબુદ થાય તેમજ તેની હેરાફેરી અટકાવવા અને યુવાધનને નશીલા પદાર્થોને અટકાવવા માટે એસ.ઓ.જી શાખાના પોલીસ ઇસ્પેન્ટર જી.એમ.પાવરાની જરૂરી સુચના તથા માર્ગદર્શનના આધારે આ.પો.કો. મુકેશદાન ફતેંસગ ગઢવી નાઓએ ખાનગી રાહે અને આધારભૂત બાતમી હકીકત મળી હતી કે મોહંમદ એજાજ મોહંમદજુબેર વોરા અને શાહનવાજ અબ્દુલસમદ ગાંગી બંને બાઈક ઉપર માદક દ્રવ્યો રાખીને વેચાણ કરે છે.

રાત્રીના બે વાગ્યાથી વેહીલ સવાર પાંચ વાગ્યાના સમય દરમિયાન જવાની બાતમી મળી હતી. જેના પગલે પોલીસની ટીમે તેલાવ ગામ નજીક નર્મદા કેનાલના પુલીયાની લાઈટના અજવાળે વોચમાં હાજર હતી. આ દરમિયાન રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં બાઈક ઉપર બે યુવકો નીકળ્યા હતા. જેમને બાજુમાં ઊભા રાખીને નામ ઠામ પૂછ્યા હતા. અને બંનેની તપાસ કરતા તેમની પાસેથી મેથામ્પેન્ટામાઈન એમ.ડી ડ્રગ્સ મળ્યું હતું.

આ પણ વાંચો : ઝાલાવાડના લખતર તાલુકાના ડેરવાળા ગામે એરંડાના પાકમાં કાળી લશ્કરી ઈયળોનો ઉપદ્રવ જોવા મળ્યો

જેના પગલે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી કુલ 1.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.

આ પણ વાંચો : આ ચોકમાં હવે નહીં જોવા મળે ઈંડા-નોનવેજની લારીઓ, મનપા દ્વારા કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો :મોડાસાના પ્રાંત અધિકારીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ,યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ

આ પણ વાંચો :  LRD ભરતીના ફોર્મ ભરવા માટે નો આજે છેલ્લો દિવસ,1થી 10 ડિસેમ્બર સુધીમાં ફિઝિકલ ટેસ્ટ શરુ થઈ શકે છે