ગુજરાત/ ગેમઝોન અગ્નિકાંડમાં ધટનાના આરોપી પ્રકાશ જૈનનું થયું મોત, પરિવારને સહાય આપવી કે નહીં, ‘યક્ષ પ્રશ્ન’

રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો છે. સુરતમાં પ્રશાસને કડક કાર્યવાહી કરતા 7 દિવસમાં જ 739 મિલ્કતોને સીલ કરી.

Top Stories Gujarat Surat Breaking News
Beginners guide to 2024 06 01T121813.476 1 ગેમઝોન અગ્નિકાંડમાં ધટનાના આરોપી પ્રકાશ જૈનનું થયું મોત, પરિવારને સહાય આપવી કે નહીં, 'યક્ષ પ્રશ્ન'

રાજકોટ : TRP ગેમઝોન અગ્નિકાંડમાં બાળકો અને યુવાનો સહિત ઘણા લોકો આગમાં દાઝી ગયા હતાં. આ ઘટનામાં અંદાજે 28 જેટલા લોકોના મોત થયા છે. અગ્નિકાંડ એટલો ગંભીર હતો કે મૃતકોને ઓળખવા માટે DNA ટેસ્ટ કરવા પડ્યા. અગ્નિકાંડમાં મૃત્યુ પામાનર મૃતકોના પરિવારને સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામાનર ઘટનાનો મુખ્ય આરોપી પ્રકાશ જૈનના પરિવાને સહાય આપવા મામલે તંત્ર અસમંજસમાં છે. આ મામલે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. સરકારમાંથી માર્ગદર્શન આવ્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે.

અગ્નિકાંડ ઘટનામાં મુખ્ય આરોપી પ્રકાશ જૈન બે દિવસથી લાપતા હતા. તેમની કોઈ ભાળ ના મળતા પરિવારે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. મૃતકોના DNA મેચ કરવાની પ્રક્રિયા દરમ્યાન આરોપીની માતાના ડીએનએ સેમ્પલ લઈ ગાંધીનગરમાં FSLમાં મોકલી આપવામાં આવ્યા હતા. જે મેચ થતા પ્રકાશ જૈન પણ આ ઘટનામાં મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું. FSL રિપોર્ટ બાદ અગ્નિકાંડ ઘટનાના જવાબદ મુખ્ય આરોપી પ્રકાશ જૈનનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું હતું. મૃતકોના DNA ટેસ્ટ બાદ આ હકીકત સામે આવી હતી.

રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો છે. અગ્નિકાંડના પડઘા હવે સુરતમાં પણ પડ્યા છે. સુરતમાં પ્રશાસને કડક કાર્યવાહી કરતા 7 દિવસમાં જ 739 મિલ્કતોને સીલ કરી. NOC, ફાયરસેફ્ટી અને બીયુસી ના હોવા જેવા કારણોને લઈને આ તમામ મિલકતો સીલ કરવામાં આવી છે. પ્રશાસન દ્વારા સીલ કરવામાં આવેલ 739 મિલકતોમાંથી 537 મિલકતોમાં બીયુસી નહોતી, જ્યારે 175 મિલ્કતો ફાયર એનોસી વિનાની હતી. આ સિવાય સીલ કાર્યવાહીમાં 216 ટ્યુશન ક્લાસીસ અને સ્કુલોનો સમાવેશ પણ થાય છે. તેમજ તંત્ર દ્વારા હાથ ધરાયેલ ચકાસણીમાં એવી 131 હોસ્પિટલો મળી આવી જેમની પાસે પણ પરવાનગી નહોતી.

અગ્નિકાંડ બાદ સુરતમાં પ્રશાસનની કડક કામગીરી

રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરતનું પાલિકા તંત્ર સફાળું જાગતા ઘટનાના જૂજ દિવસોની અંદર કાર્યવાહી હાથ ધરવામાં આવી. શહેરમાં સેફ્ટી મુદ્દે સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી. વરાછા ઝોનના પુણા વિસ્તારમાં ખાનગી શાળા સીલ કરી. તેમજ પોલારીસ મોલની દુકાનો સીલ કરી. દરમ્યાન પાલિકાના અધિકારીઓને ચકાસણી દરમ્યાન સત્તાધીશો અને તેમના સગાવહાલાની દાદાગીરીનો સામનો કરવો પડ્યો. સુરતમાં BJP કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી ફાયર અને NOC મામલે કાર્યવાહી કરતા પ્રશાસન દ્વારા ડોરમેટ્રી સીલ કરવામાં આવી.

શહેર પ્રશાસસને ટીઆરપી ગેમઝોન દુર્ઘટનાની ગંભીરતાને લઈને વિવિધ એકમો પર તપાસનો મારો ચલાવ્યો. આ સંદર્ભે ફાયર સેફ્ટી અને એનઓસી જેવી બાબતે ખામીઓ જણાતા સીલિગની કામગીરી હાથ ધરી. આ કામગીરીમાં અત્યાર સુધી 29 ગેમઝોન, 27 સોનેમાગૃહ, 71 રેસ્ટોરન્ટ , 130 માર્કેટ કોમર્શિયલ, અને 134 ટેમ્પરરી સ્ટ્રક્ચર જેવી મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકા પ્રશાસનની કલેક્ટર અને પોલીસ તંત્ર સાથેની સંયુક્ત કામગીરીને કારણે શહેરભરમાં હલચલ જોવા મળી રહી છે. તંત્રે લીધેલ આકરા પગલામાં મોલ, રેસ્ટોરાંથી માંડીને હોસ્પિટલ, શાળા, કલાસિસ બંધ કરી દેવાયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ

આ પણ વાંચો: જામનગરમાં બાળકીને ગાયે કચડતા ચકચાર

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ સુરત તંત્ર થયું સજાગ,આપી રહ્યું છે પોલીસ કર્મચારીઓને ટ્રેનીંગ