દેશમાં કોરોના સંક્રમણનાં કેસોમાં બુધવારની સરખામણીએ વધારો થયો છે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં સંક્રમણનાં દૈનિક આંકડામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. કોરોના સંક્રમણનાં એક્ટિવ કેસો હવે 3 લાખથી ઓછા થઈ ગયા છે. પરંતુ કેરળથી આવતા સંક્રમણ અને દૈનિક મૃત્યુનાં આંકડા આશ્ચર્યજનક છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા છેલ્લા 24 કલાકમાં બહાર આવેલા કોરોના સંક્રમણનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો – વરસાદ / રાજ્યનાં 209 તાલુકામાં મેઘમહેેર, જૂનાગઢનાં વિસાવદરમાં નોંધાયો સૌથી વધુ 12 ઇંચ વરસાદ
કોરોના સંક્રમણનાં નવા કેસોની ગતિ છેલ્લા બે દિવસથી 20,000 થી ઓછી રહી છે, જેમાં આજે થોડો વધારો થયો છે. જો કે, હવે પણ આ આંકડો ઠીક થયેલા લોકો કરતા ઓછો છે. ગુરુવારે જાહેર થયેલા ડેટા અનુસાર, છેલ્લા એક દિવસમાં દેશભરમાં કુલ 23,529 નવા કેસ મળી આવ્યા છે. આ સિવાય 28,718 લોકો ઠીક થયા છે અને આ સમયગાળા દરમિયાન 311 લોકોનાં મોત થયા છે. આ આંકડા સાથે, અત્યાર સુધીમાં દેશમાં મળી આવેલા કોરોના કેસની કુલ સંખ્યા 3.33 કરોડને પાર કરી ગઈ છે. નવા કેસોની સરખામણીમાં લોકોની ઠીક થવાની સંખ્યાને કારણે, એક્ટિવ કેસોમાં પણ ઘટાડો થયો છે. કુલ કેસોની સરખામણીએ એક્ટિવ કેસોની ટકાવારીને જોતા એવું લાગે છે કે દેશ કોરોના સામેની લડાઈ જીતી રહ્યો હોય તેવું લાગે છે. એક્ટિવ કેસોની ટકાવારી હાલમાં માત્ર 0.82% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછી છે. દેશમાં કુલ એક્ટિવ કેસ હાલમાં માત્ર 2,77,020 છે, જે છેલ્લા 195 દિવસોમાં સૌથી ઓછો આંકડો છે. આ સિવાય રિકવરી રેટ પણ ઝડપથી વધીને 97.85%થયો છે. આ આંકડો માર્ચ 2020 પછીનો સૌથી વધુ છે.
Out of 23,529 new #COVID19 cases and 311 deaths across India, 12,161 cases and 155 deaths were reported in Kerala yesterday.
— ANI (@ANI) September 30, 2021
આ પણ વાંચો – ભાવ વધારો / Crude Oil સસ્તું થયુ હોવા છતા આજે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ છેલ્લા 97 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. હાલમાં તે માત્ર 1.74% છે. દૈનિક પોઝિટિવિટી રેટ પણ હાલમાં 1.56 ટકા છે. તહેવારોની સીઝન પહેલા કોરોના કેસોની ગતિને નિયંત્રણમાં રાખવી રાહતની વાત છે. આ ઉપરાંત, રસીકરણની ઝડપી ગતિને કારણે, આગામી દિવસોમાં કોરોનાનાં કેસોમાં વધુ ઘટાડો થવાની અપેક્ષા વધી છે. અત્યારે દેશમાં કોરોનાની 88.34 કરોડથી વધુ વેક્સિન આપવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, કોરોનાનાં નિયંત્રણને કારણે અર્થવ્યવસ્થાને પણ પ્રોત્સાહન મળશે અને આ તહેવારોની મોસમમાં વિક્રમજનક ગતિ જોવા મળી શકે છે.
