પ્રખ્યાત ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. કહેવામાં આવી રહ્યું છે કે નબળાઈ અને લો બીપીના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ તેના ચાહકો ચિંતિત છે. બીજી બાજુ, અભિનેત્રીના પૂર્વ પતિ અભિનવ કોહલીએ તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી છે. જો કે, તેણે આના પર નિશાન પર સાધ્યું કે અભિનેતાઓ સુંદર બનવાના ચક્કરમાં જરૂરીયાત કરતા વધુ બોડી બનાવે છે, જેના કારણે એક દિવસ તેમનું હૃદય થાકી જાય છે.
આ પણ વાંચો :જો ધ કપિલ શર્મા શો માં કમબેક કરશે સિદ્ધુ, તો આ કામ કરશે અર્ચના પૂરણ સિંહ
અભિનવ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે- ‘મારા અને મારા છોકરાને મળવા અને સાથે રહેવાના અધિકારની લડાઈ તેની જગ્યાએ છે અને કોર્ટમાં ચાલી રહી છે, પરંતુ ભગવાન શ્વેતાને જલ્દીથી સ્વસ્થ કરે. એક્ટર બિચારા તમારા બધાની સામે સૌથી સુંદર બનવાના ચક્કરમાં તમારા બધાનો પ્રેમ મેળવવા માટે જરૂરિયાત કરતા વધારે બોડી બનાવતા રહે છે, ઓછા માં ઓછો ખોરાક લેતા રહે છે અને પછી એક દિવસ તેનું હૃદય થાકી જાય છે.
https://www.instagram.com/p/CUaSEwmMnNn/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :મલ્ટી સ્ટારર ફિલ્મ એક વિલન રિટર્ન્સની રિલીઝ ડેટ આવી સામે, જાણો ક્યારે થશે રિલીઝ
આપને જણાવી દઈએ કે, શ્વેતા તિવારી ની મુંબઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તાજેતરમાં, અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક પુસ્તક વાંચતા પોતાનો ફોટો પોસ્ટ કર્યો હતો. ચાહકોએ આ ફોટામાં જોયું કે શ્વેતા તિવારીના હાથ પર સોય છે. આવી સ્થિતિમાં, તે ચિંતિત થઈ ગયા અને અભિનેત્રીના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછવા લાગ્યા હતાં.
https://www.instagram.com/p/CRyjkBRNRpY/?utm_source=ig_web_copy_link
શ્વેતા તિવારીની ટીમે એક નિવેદન બહાર પાડ્યું છે કે અભિનેત્રી ઠીક છે અને સ્વસ્થ થઈ રહી છે. હવામાનમાં ફેરફારને કારણે, તેમણે નબળાઈ અને લો બ્લડ પ્રેશરની ફરિયાદ કરી. હવે તે ઠીક છે. નિવેદન બહાર પાડતી વખતે, ટીમે લખ્યું, “અમને ઘણા કોલ આવી રહ્યા છે અને બધા શ્વેતા તિવારીના સ્વાસ્થ્ય વિશે અપડેટ માંગી રહ્યા છે. અમે તમને બધાને જણાવવા માંગીએ છીએ કે શ્વેતા તિવારીને લો બ્લડ પ્રેશર અને નબળાઈને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અભિનેત્રી સતત મુસાફરી કરતી હતી, જેના કારણે તેને આવું લાગ્યું હતું. “
https://www.instagram.com/p/CUPZQw_omo9/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :મૌની રોયે 36મા બર્થ ડે પર યોજી પુલ પાર્ટી, બ્લેક ડ્રેસમાં આકર્ષક લાગતી હતી ‘બર્થ ડે ગર્લ’
શ્વેતા તિવારીએ ખૂબ જ મેહનત અને સ્ટ્રગલથી ટીવી ઇન્ડસ્ટ્રીમાં આ સ્થાન મેળવ્યું છે. તેનાં બંને લગ્ન નિષ્ફળ રહ્યાં. બંને લગ્નથી તેને બે બાળકો છે જેમની સાથે તે ખૂબ જ ખુશ છે અને સુંદર બોન્ડિંગ શેર કરે છે. તેની તસવીરો અને વીડિયો પણ તે અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
આ પણ વાંચો :હોટસીટ પર બેસશે પંકજ ત્રિપાઠી-પ્રતિક ગાંધી, બીગ બી સાથે શેર કરશે દિલચસ્પ કિસ્સાઓ
