Entertainment: જાણીતા સિંગર અને ભજનસમ્રાટ અનુપ જલોટા (Anup Jalota)એ ઑસ્કાર વિજેતા કમ્પોઝર એ આર રહેમાન (A R Rahman)ને હિન્દુ ધર્મમાં પરત ફરવાની સલાહ આપી છે અને હવે એમનું આ બયાન વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે.
એ આર રહેમાન (A R Rahman) ના બયાન અંગે અનુપ જલોટાની ટીકા
સુપ્રસિદ્ધ સંગીતકાર એ આર રહેમાન (A R Rahman, Musician)ના તાજેતરના એક ઇન્ટરવ્યૂ બાદ ઉઠેલો વિવાદનો વંટોળ શમવાનું નામ નથી લઇ રહ્યો! તાજેતરના એક અહેવાલ મુજબ, એ આર રહેમાને કહ્યું હતું કે, છેલ્લા આઠ વર્ષોમાં હિન્દી સિનેમા (Hindi Cinema)માં એમને ઘણું ઓછું કામ મળ્યું છે અને કેટલાક લોકો કહે છે કે, આની પાછળનું એક કારણ ‘સાંપ્રદાયિકતા’ હોઇ શકે છે, પરંતુ એમણે સીધેસીધો કદી એનો સામનો કર્યો નથી!

એ આર રહેમાનનું આ બયાન જેવું વાયરલ થયું કે, સામાન્ય જનથી માંડીને કેટલીયે પ્રસિદ્ધ હસ્તીઓ (Bollywood Celebrities)એ પણ એની આલોચના કરી હતી. આ પછી રહેમાને એના બયાન વિશે સફાઇ પણ આપી હતી. પરંતુ, હવે જાણીતા સિંગર અને ભજનસમ્રાટ કહેવાતા અનુપ જલોટા (Anup Jalota, Singer)ની આ મુદ્દે પ્રતિક્રિયા સામે આવી છે. ઑસ્કાર વિજેતા કમ્પોઝર (Oscar Winner Composer)ને એમણે એક એવી સલાહ આપી છે જેનાથી સૌ કોઇ ચોંકી ઉઠ્યાં છે! વાસ્તવમાં અનુપ જલોટાએ રહેમાનને હિન્દુ ધર્મ (Hindu Dharm)માં પરત ફરવાની સલાહ આપી છે અને હવે એમનું આ બયાન વાયુવેગે વાયરલ થઇ રહ્યું છે.

ભજનસમ્રાટની એ આર રહેમાનને સલાહ
એક વીડિયો જારી કરીને અનુપ જલોટાએ પોતાનું મંતવ્ય રજૂ કરતા જણાવ્યું છે કે, “મ્યુઝિક ડિરેક્ટર એ આર રહેમાન અગાઉ હિન્દુ હતા. ત્યાર બાદ, એમણે ઈસ્લામ ધર્મ (Islam) અપનાવી લીધો અને ઘણું કામ કર્યુ, નામ કમાયું! લોકોના દિલમાં સરસ સ્થાન મેળવ્યું, પણ જો એમને એ વાત પર વિશ્વાસ હોય કે આપણા દેશમાં મુસલમાન (Muslim) હોવાને કારણે મ્યુઝિક આપવા માટે એમને ફિલ્મો (Films) નથી મળી રહી તો એ ફરીથી હિન્દુ બની જાય!”
આગળ એમણે ટીકા કરતા એમ પણ કહ્યું કે, “…તો પછી એમને એ ભરોસો હોવો જોઇએ કે જ્યારે એ હિન્દુ ધર્મમાં વાપસી કરશે તો એમને ફરીથી ફિલ્મો મળવાનું શરુ થઇ જશે. આ જ તો એમના કહેવાનો મતલબ છે…તો મારી સલાહ છે કે, એ હિન્દુ થઇ જાય…અને ટ્રાય કરી જુએ કે એમને ફરીથી ફિલ્મો મળે છે કે નહિં!”

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ જાવેદ અખ્તર, કંગના રનૌત, અભિજીત ભટ્ટાચાર્ય અને શાન (Javed Akhtar, Kangana Ranaut, Abhijit Bhattacharya, Shaan) સહિત અનેક બોલીવુડ સિતારાઓએ એ આર રહેમાનની તીખી આલોચના કરી હતી. કંગના રનૌતે તો ત્યાં સુધી કહી દીધું હતુ કે એણે રહેમાનથી વધારે નફરત કરનાર માણસ ક્યાંય નથી જોયો!!
આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”
આ પણ વાંચો: એઆર રહેમાનની તબિયત અચાનક બગડી, ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ
