Entertainment News: અભિજીત ભટ્ટાચાર્ય (Abhijeet Bhattacharya) દ્વારા એ આર રહેમાન પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. એક ઈન્ટરવ્યૂમાં એણે આ સ્મૃતિ તાજી કરી હતી. અભિજીતે કટાક્ષમાં કહ્યું હતું કે, “સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”

એ આર રહેમાનના બયાન પર અભિજીત ભટ્ટાચાર્ય (Abhijeet Bhattacharya)નો કટાક્ષ
મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાન (A R Rahman, Music Composer) હાલમાં જ એમના એક વિવાદાસ્પદ બયાનથી સુર્ખીઓમાં આવી ગયા છે. આ પ્રતિભાવાન સંગીતકારે બોલીવુડ (Bollywood)માં કામ ન મળવાથી માંડીને સાંપ્રદાયિક એન્ગલ અને બદલાતા પાવર ડાયનેમિક (Communal Angle & Power Dynamic)ને જવાબદાર ઠેરવ્યું છે. એના આ બયાન બાદ બોલીવુડ સહિત દરેક સંલગ્ન ક્ષેત્રોમાં ખળભળાટ મચી ગયો છે! ગલીઓથી માંડીને મોટી હસ્તીઓ સુધી આ વાતના વિવાદે વેગ પકડ્યો છે! રહેમાનના આ બયાન અંગે જાવેદ અખ્તર, શાન તથા પોતાના બેબાક બયાનોથી જાણીતી કંગના રનૌત (Javed Akhtar, Shaan, Kangana Ranaut) સહિત અનેક લોકોએ પોતાનું મંતવ્ય જાહેર કર્યું છે.

અભિજીત ભટ્ટાચાર્યના આક્ષેપો
અત્રે ઉલ્લેખનીય છે કે, અભિજીતે વર્ષો અગાઉ એ આર રહેમાન પર અનેક આરોપો (Allegations) લગાવ્યા હતા. આ પ્રતિભાવાન ગાયકે એવો દાવો કરેલો કે રહેમાનના કારણે કેટલાય સંગીતકારો (Musicians)ને ઘરે બેસવું પડ્યું છે! એ લોકો પાસે કોઇ કામ બચ્યું જ નથી! કેવળ આટલું જ નહિં આ કમ્પોઝરના લીધે અન્ય કેટલાય લોકોને સફળતા મળી હશે પણ મ્યુઝિશિયનને નહિં!!
મ્યુઝિશિયન આજે ખાલી બેઠા છે જોબ નથી
કેટલાક મહિના પહેલા એક પૉડકાસ્ટ ઈન્ટરવ્યૂ દરમિયાન, અભિજીતે કહ્યું હતુ કે, “ફિલ્મો (Films)માં જે મ્યુઝિશિયન વગાડે છે એ આજે ખાલી બેઠા છે. મોટાભાગના પાસે જોબ નથી અને એ મિસ્ટર રહેમાનના કારણે છે! એમણે કહી દીધું હતું બધાને કે, કોઇ જરુર નથી મ્યુઝિશિયનની…અને બધાને બધુ અહીં જ મળશે લેપટોપ (Laptop)માં…બધું જ!…સફળતા અન્ય લોકોને મળી છે!!”

વાયોલિન વાદકો બેકાર બન્યા
“એમના કારણે સૌને સકસેસ મળી ગઇ છે, પણ બિચારા મ્યુઝિશિયન લોકો ઘરે બેઠા છે! એક સાથે 100-100, 50-50 વાયોલિન (Violin) પર બેસતા હતા, વગાડતા હતા….મેં જોયું છે કે ‘સુનો ના સુનો ના…’ માં પણ વાયોલિન વાગી રહ્યું છે, હવે આવું નથી!”
એમણે આગળ પોતાની વેદના જણાવતા કહ્યું હતુ કે, “રહેમાન સાહેબ ને બોલ દિયા કિ ભાઈ, જિતના કમાયેંગે સિર્ફ મૈં કમાઉંગા, મ્યુઝિશિયનની જરુર નથી! તમને સોલો જોઇએ, તમને કોરસ જોઇએ, તમને વાયોલિન જોઇએ, ફ્લૂટ (Flute) જોઇએ…ક્યારેક કોઇ એક ફ્લૂટ વાળાને બોલાવી લઇશું. એક રિધમ વાળાને બોલાવીને એમાં એડ કરી દઇશું.”
અબ તો બચ્ચા-બચ્ચા ભી યહ કર લેતા હૈ
અંતે અભિજીતે કહ્યું હતું કે, “આ હતું મ્યુઝિશિયનને ઘરે બેસાડનાર પ્રોગ્રામિંગ…એ આવું જ હતું, તો હવે તમે લોકોને શું સંભળાવી રહ્યાં છો? તમે (Rahman) જ્યારે સંભળાવતા હતા ત્યારે એ નવુંસવું હતુ, હવે તો બાળકો પણ આ કરી લે છે!”
