Entertainment News: હજુ તો 2025નું વર્ષ વિદાય થયું છે અને એણે એક એવી પ્રાદેશિક ફિલ્મની ભેટ આપી છે જેણે નવા રેકોર્ડ બનાવી દીધા છે! આ ‘લાલો’ ફિલ્મ (Lalo Film) ગુજરાતી છે અને એમાં કોઇ મોટા સ્ટાર ન હોવા છતાંયે એણે બોક્સ ઑફિસ પર ધમાલ મચાવી દીધી છે…એનું નામ છે, ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Lalo: Krishna Sada Sahayte)…! આ ફિલ્મની રિલીઝ બાદ, એને થિયેટર્સ પર દર્શકોએ વધાવી લીધી છે, છપ્પરફાડ કમાણી સાથે વર્ષ 2025ની સૌથી પ્રોફિટેબલ મૂવીઝ પૈકીની એક બની ચૂકી છે. લાલો ફિલ્મ મૂળ તો ગુજરાતી ભાષામાં બની છે પણ એણે દરેકના દિલ જીતી લીધા છે! IMDb પર ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ મૂવીને 8.6 રેટિંગ (Rating) મળી છે!

100 કરોડની કમાણીને આંબનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ
સત્તાવાર રીતે, આ મૂવી આજ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ (Most Profitable Gujarati Movie) બની ગઈ છે અને આખી દુનિયાના અનેક દેશોમાં રિલીઝ બાદ, 100 કરોડ (100 Crore Film) નો આંકડો પાર કરનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે! આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત સમગ્ર કળાજગત (Film Industry) માટે એક એવો માઇલસ્ટોન છે જે વિશે કદાચ ક્યારેય આ ઇન્ડસ્ટ્રીએ ક્યારેય વિચાર્યુ નહિં હોય! આ ફિલ્મ (Lalo Film) એક ગુજરાતી ડિવોશનલ ડ્રામા (Devotional Drama) છે જેમાં શ્રુહાદ ગોસ્વામી, રીવા રચ્છ, કરણ જોષી, મિસ્ટી કદેચા, અંશુ જોષી, કિન્નલ નાયક, પારુલ રાજ્યગુરુ અને જયદીપ ટિમાણીયા (Shruhad Goswami, Riva Rach, Karan Joshi, Misty Kadecha, Anshu Joshi, Kinnal Nayak, Parul Rajyaguru, Jaideep Timania) જેવા કલાકારોએ કામ કરેલું છે જેમાંથી ઘણા તો નવોદિત કલાકારો છે.
લાલો ફિલ્મ (Lalo Film): 50 લાખનું બજેટ અને 120 કરોડની અધધધ કમાણી
2025 માં ‘કાંતારા: ચેપ્ટર 1’, ‘ધુરંધર’, ‘છાવા’ અને ‘સૈયારા’ (Kantara: Chapter 1, Dhurandhar, Chhawa, Sayyara) ફિલ્મોએ આખા ભારત (India)ના સિનેમાઘરો (Theatres)માં ધૂમ મચાવી દીધી હતી! જ્યારે બીજી તરફ એક તદ્દન નાના બજેટની ફિલ્મ ચૂપચાપ થિયેટર્સમાં રિલીઝ થઇ અને એણે જાણે કે તરખાટ મચાવી દીધો! આટલા મામૂલી બજેટમાં બનેલી ફિલ્મ (Small Budget Film) થોડા અઠવાડિયા ચાલી જાય તો પણ ઠીક એવું બધા માનતા હતા અને એનું ઓપનિંગ કલેક્શન (Opening Collection) પણ કંઇ ખાસ નહોતું.

50 લાખમાં જ ‘લાલો’ ફિલ્મે કર્યો 241 ગણો નફો
ઇન્ડસ્ટ્રી ટ્રેકર સૈકનિલ્ક અનુસાર, પોતાના પ્રથમ અઠવાડિયા દરમિયાન, ‘લાલો’ ફિલ્મે (Lalo Film) 33 લાખ રુપિયાની કમાણી કરી હતી. બીજા અઠવાડિયા દરમિયાન, એની કમાણી હતી 27 લાખ રુપિયા જેનાથી આ ફિલ્મને સહેજ ફાયદો થયો અને કેવળ 10 લાખનો નફો થયો હતો. આ પછી તો ફિલ્મ ઉદ્યોગના વિવેચકો (Film Critics)ને લાગ્યું કે, હવે તો થિયેટરોમાં આ પિક્ચરના પાટિયા પડી જશે! પરંતુ, ત્રીજા અઠવાડિયામાં જ ‘લાલો’ મૂવી (Lalo Film)એ ગજબનાક દેખાવ કરતા 62 લાખ રુપિયા કમાઇ લીધા હતા! ત્યાર બાદ એણે ઓર તેજતર્રાર રફતાર પકડી અને ગ્લોબલ બૉક્સ ઓફિસ (Global Box Office) પર 120.58 કરોડ રુપિયાની બમ્પર કમાણી (Bumper Income) કરીને બધાને ચોંકાવી દીધા!!

24,000 ટકા નફો કમાનારી ફિલ્મ
વાસ્તવમાં, ટર્નિંગ પોઇન્ટ તો ત્યારે આવ્યો કે, જ્યારે આ ફિલ્મે (Lalo Film) એક જ દિવસમાં 1 કરોડ કમાઇ લઇને ટ્રેડિંગ જાણકારોને આશ્ચર્યચકિત્ કરી દીધા હતા! આટલા સમય સુધીમાં તો ‘લાલો’ ફિલ્મે (Lalo Film) પોતાના પ્રોડક્શન ખર્ચના 200% અગાઉ જ વસૂલી લીધા હતા. આ એક એવી ઉપલબ્ધિ છે કે જે ઘણા ઓછી મૂવીઝને પ્રાપ્ત થયેલી છે. આગેકૂચ કરતા-કરતા આ ફિલ્મે ચોથા રવિવારે તો પોતાના મૂળ ગુજરાતી વર્ઝનમાં જ 1.85 કરોડ રુપિયાની છપ્પરફાડ કમાણી કરી હતી! કમાણી (Earnings) નો આ ચાર અઠવાડિયાનો ગ્રાફ જોઇને ચોંકી જવાય એમ છે.
રાતોરાત, કાનોકાનની પ્રસિદ્ધિ (Mouth to Mouth Publicity)થી ચોથા વીકના અંત સુધીમાં તો ‘લાલો’ ફિલ્મે 12.08 કરોડ રુપિયા કમાવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ ફિલ્મને ઘણા દર્શકોએ વારંવાર જોવાનું પસંદ કર્યુ હતુ અને એના જ કારણે આશરે 3 મહિના સુધીમાં આ ફિલ્મે થિયેટર્સમાં રેકોર્ડબ્રેક દેખાવ કરીને વિશ્વભરમાં કુલ 120.58 કરોડની બમ્પર કમાણી કરી છે!
આ પણ વાંચો: ધુરંધર’ ફિલ્મે તોડ્યો RRR નો મહારેકોર્ડ, કમાણીનો આંકડો જાણીને સાઉથ ઈન્ડસ્ટ્રી પણ ચોંકી ગઈ
આ પણ વાંચો: પુરુષોને સ્ટ્રોન્ગ મહિલાઓ પસંદ નથી…નીના ગુપ્તાએ જણાવ્યું કે 95 ટકા મર્દને પસંદ છે લાચાર સ્ત્રીઓ..!!
