Not Set/ ગાંધીજી ઇચ્છતા હતા કે જિન્ના બને “પ્રધાનમંત્રી”, પરંતુ નેહરુએ સ્વીકાર્યું નહિ : દલાઈલામા

પણજી,  ધર્મગુરુ દલાઈલામાએ ગોવાની રાજધાની પણજીમાં ગોવા પ્રબંધ સંસ્થાના એક કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી જિન્નાના સવાલ ઉપર તેઓએ જવાબ આપ્યો હતો કે, “મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે, જિન્ના પ્રધાનમંત્રી બને પણ જવાહરલાલ નેહરુએ એને સ્વીકાર્યું ન હતું”. તિબ્બતના આધ્યાત્મિક ગુરુએ કહ્યું હતું કે, “જો જિન્ના પ્રધાન […]

Top Stories India Trending

પણજી, 

ધર્મગુરુ દલાઈલામાએ ગોવાની રાજધાની પણજીમાં ગોવા પ્રબંધ સંસ્થાના એક કાર્યક્રમમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન જવાહરલાલ નેહરુ અને મોહમ્મદ અલી જિન્નાના સવાલ ઉપર તેઓએ જવાબ આપ્યો હતો કે, “મહાત્મા ગાંધી ઇચ્છતા હતા કે, જિન્ના પ્રધાનમંત્રી બને પણ જવાહરલાલ નેહરુએ એને સ્વીકાર્યું ન હતું”.

તિબ્બતના આધ્યાત્મિક ગુરુએ કહ્યું હતું કે, “જો જિન્ના પ્રધાન મંત્રી બન્યા હોત તો દેશની હાલત અત્યારે અલગ હોત. ભારતના ભાગલા થયા ન હોત”.

વધુમાં એમણે જણાવ્યું કે, “પોતાને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા એ જવાહરલાલ નેહરુનો સ્વયં કેન્દ્રિત અભિગમ હતો. જો ગાંધીના વિચારોને સ્વીકારવામાં આવ્યા હોત તો આજે ભારત અને પાકિસ્તાન એક હોત”.

જવાહરલાલ નેહરુ વિશે કેહતા દલાઈલામાએ જણાવ્યું કે, “હું પંડિત નેહરુને બહુ સારી રીતે ઓળખું છુ. એ ખુબ અનુભવી અને બુદ્ધિમાન વ્યક્તિ હતા. પરંતુ ક્યારેક ક્યારેક ભૂલો થઇ જાય છે”.

આ ઉપરાંત તિબ્બતમાંથી તેઓને બહાર કરવાના મામલે પર તેઓએ કહ્યું કે, “તિબ્બતના લોકોએ નિર્ણય લેવો જોઈએ કે દલાઈલામા નામની સંસ્થાની જૂની પરંપરા ચાલુ રહેવી જોઈએ કે નહી”.

મહત્વનું છે કે, તિબેટના લોકોને આધ્યાત્મિક ગુરુને દલાઈલામાની ઉપાધી આપી છે, તેમજ ૧૯૮૯માં આ આધ્યાત્મિક ગુરુને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

દલાઈલામાએ આ બધી વાતો ગોવા ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટનાં એક કાર્યક્રમમાં કરી હતી. આ કાર્યક્રમાં કલાક સુધી વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીઓના સવાલોનાં જવાબ પણ આપ્યા હતા.