Not Set/ રાજકીય સન્માન સાથે કરુણાનિધિને આપવામાં આવી સમાધિ

ચેન્નઈ, દક્ષિણ ભારતની રાજનીતિના મુખ્ય આધારસ્તંભ અને DMKના પ્રમુખ કરુણાનિધિએ મંગળવાર સાંજે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે હવે રાજાજી હોલમાંથી નીકળેલી અંતિમ યાત્રા મરીના બીચ પર પહોંચી છે અને પુરા રાજકીય સન્માન સાથે તેઓને સમાધિ  આપવામાં આવી છે. તેઓને તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી રહેલા અન્નાદુરઈની સમાધિની બાજુમાં દફનાવવામાં આવ્યા છે Chennai: M #Karunanidhi being laid to rest at Marina […]

Top Stories India Trending

ચેન્નઈ,

દક્ષિણ ભારતની રાજનીતિના મુખ્ય આધારસ્તંભ અને DMKના પ્રમુખ કરુણાનિધિએ મંગળવાર સાંજે અંતિમ શ્વાસ લીધા હતા, ત્યારે હવે રાજાજી હોલમાંથી નીકળેલી અંતિમ યાત્રા મરીના બીચ પર પહોંચી છે અને પુરા રાજકીય સન્માન સાથે તેઓને સમાધિ  આપવામાં આવી છે. તેઓને તમિલનાડુના પ્રથમ મુખ્યમંત્રી રહેલા અન્નાદુરઈની સમાધિની બાજુમાં દફનાવવામાં આવ્યા છે

૯૪ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા બાદ કરુણાનિધિની અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં તેઓના સમર્થકો અંતિમયાત્રામાં હાજર રહ્યા છે.

કરુણાનિધિના નિધન બાદ તમિલનાડુસહિત દેશભરમાં શોકની લાગણી જોવા મળી રહી છે. રાજ્યમાં એક દિવસની રજા અને સાત દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે.બીજી બાજુ કરુણાનિધિના નિધનના સમાચાર સામે આવ્યા બાદ DMK સમર્થકો રસ્તાઓ પર રડતા જોવા મળી રહ્યા છે.

તમિલનાડુના રાજ્યપાલ બનવારી લાલ પુરોહિત સહિત રાજ્ય અને કેન્દ્રીયમંત્રી મરીના બીચ પર કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી.

એમ કે સ્ટાલિન, અઝાગિરી અને બહન સેલ્વી મરીના બીચ પર પહોચ્યા છે.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી, ગુલાબ નબી આઝાદ, આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબૂ નાયડુ, TMC નેતા ડેરેક ઓ બ્રાયન સહિતના બીજા નેતાઓ પણ અંતિમ સંસ્કારમાં પહોચ્યા છે.

આ પહેલા તેઓના અંતિમ દર્શન દરમિયાન થયેલી ભાગદોડમાં અત્યારસુધીમાં ૨ લોકોના મૃત્યું થયા હતા તેમજ ૪૦ લોકોઘાયલ થયા છે અને તેઓને નજીકની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

કરુણાનિધિની અંત્યેષ્ઠી કરવાને લઇ સામે આવ્યો હતો વિવાદ

તમિલનાડુના પૂર્વ સીએમ એમ કરુણાનિધિના અંતિમ સંસ્કાર મરિના બીચ પર જ કરવામાં આવશે. મદ્રાસ હાઇકોર્ટે રાજ્ય સરકારના વિરોધને બરતરફ કરતા કરુણાનિધિની અંત્યેષ્ઠી મરિના બીચ પર સાંજે ૫ વાગ્યે કરવાની પરવાનગી આપી હતી.

એમ કરુણાનિધિના નિધનની ખબર સાથે જ દેશના તમામ દિગ્ગજ નેતાઓ અને હસ્તીઓએ તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, દક્ષિણના સુપરસ્ટાર રજનીકાન્ત, કમલ હસન સહિતના હસ્તિઓ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોચ્યા હતા..

આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી સહિતની હસ્તીઓએ ટ્વિટ કરીને કરુણાનિધિને શ્રદ્ધાંજલિ આપી હતી