ગુજરાતની 8684 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણીનો આજે પરિણામનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરી સવારથી જ શરુ થઇ ગઈ ગઈ છે. રાજ્યમાં સરપંચના પદ માટે 27,200 જયારે 1,19,998 લોકોએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી હતી. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.
જુઓ પળેપળની LIVE અપડેટ :
- તપુરનાં અમરાપર ગામે શૈલેષભાઇની જીત
ધોરાજીનાં વેગડી ગામે રમેશભાઇની સરપંચ પદે જીત
ધોરાજીનાં નાનાવાવડી ગામે જયાબેનની જીત
નાની વાવડી ગામનાં સરપંચ બન્યાં જયાબેન
ધોરાજીનાં કલાણામાં સરપંચ પદે અસ્મિતાબેનની જીત
ધોરાજીનાં ભોળા ગામે કમલાબેન બોરીચાની જીત
ભોળા ગામનાં સરપંચ બન્યાં કમલાબેન
ધોરાજીનાં ભાદાજાળીયા ગામે સોનલબેનની જીત
ધોરાજીનાં ભાડેર ગામે જયોત્સનાબેનની જીત
ડીસાનાં ઓઢવા ગામે મકસીભાઇ રબારીની જીત - ખેડાના પીજ ગામે ધવલ શર્માની જીત
- રાજ્ય મંત્રી મુકેશ પટેલના ગામ જ ગાબડું
મુકેશ પટેલના ગામમાં ખેડૂત સમાજ આગેવાનની જીત
મુકેશ પટેલના સામેના પક્ષનો વિજય થયો
- વલસાડ અટાર ગામની ચૂંટણી રસપ્રદ બની
વોર્ડ નં 4 માં મત ટાઈ થતા ચિઠ્ઠી ઉછળવામાં આવી
ચિઠ્ઠીમાં ઉર્મિલા મિતેષ કુમારનો વિજય
- મોડાસાની ફરેડી ગ્રામ પંચાયતમાં ટાઈ
દલીબેન અને ચંદ્રીકાબેન વચ્ચે ટાઇ
ફરીથી રીકાઉન્ટીંગ હાથ ધરાયુ
- ગાંધીનગરની 156 ગ્રા.પં.ની ચૂંટણીનું પરિણામ
એક સાથે 14 ગામોની મતગણતરી હાથ ધરાઈ
179 ગ્રા.પં.માંથી 22 ગ્રા.પં. સમરસ થઇ
સરપંચની સીટ પર 539 ઉમેદવારો મેદાનમાં
વોર્ડની 578 બેઠક પર 1323 ઉમેદવારો મેદાનમાં
- છોટાઉદેપુરના બોડેલી ગ્રા.પં.નું પરિણામ
પરિણામ આવતા વિજયોત્સવના દ્રશ્યો
બોડેલી તાલુકા સેવાસદન બહાર લોકોની ભીડ
- થરાદના મોટામેશરા ગામે શાંતાબેન નારણાભાઈ ચૌધરી વિજેતા
ઉણ ગામે અલ્પેશ દેસાઈ વિજેતા
સાંડીયાના આલ નરસિંહભાઈ કુરશીભાઈ 151 મતે વિજેતા
તાલેપુરાના શાંતિભાઈ ઉપલાની 198વોટથી જીત
સણથના આલ દલાભાઈ 105 મતે વિજેતા
ડીસામાં મંજુલાબેન પ્રહલાદસિંહ સોલંકી વિજેતા
રસાણા નાના મંગાજી રેવાજી સોલંકી વિજેતા
સદરપુરમાં વનરાજ સિંહ ઠાકોર વિજેતા
જાવલ સંગીતા બેન વજુભા ઠાકોર વિજેતા
ખેંટવા અનિલાબેન દેસાઈ 424 મતથી લીડ વિજેતા
- વલસાડના ગ્રા.પં.ની ચૂંટણીના પરિણામ જાહેર
કેટલીક ગ્રા.પં.માં આવી રહ્યા છે રસપ્રદ પરિણામ
મોરાઇ ગ્રા.પં.ની ચૂંટણીમાં 1 મતથી પરિણામ જાહેર
વોર્ડ નં 1માં સભ્ય પદના ઉમેદવારનું 1 મતથી હાર
બંને ઉમેદવારોને એક મતની કિંમત સમજાઈ
- નવસારીનાં વેજલપોર ગ્રા.પં.નું પરિણામ
વેજલપોરનાં સરપંચ તરીકે જયશ્રીબેનનો વિજય
જયશ્રીબેન હળપતિની થઇ જીત
વેજલપોરનાં સરપંચ બન્યાં જયશ્રીબેન
- ભુજનાં વડવા ગ્રા.પં.નું પરિણામ જાહેર
વડવા ગામનાં ઉમેદવાર જીતુ જાડેજાનો વિજય
વડવા ગામનાં સરપંચ તરીકે જીતુ જાડેજાની જીત
- જામકંડોરણાનાં થોરડી ગ્રા.પંનું પરિણામ જાહેર
થોરડી ગામનાં સરપંચ તરીકે મીનાબાની જીત
સરપંચ તરીકે મીનાબા જાડેજાની થઇ જીત
- ડીસાનાં સાંડિયા ગ્રા.પંનું પરિણામ જાહેર
ઉમેદવાર નરશીભાઇ આલનો થયો વિજય
સાંડિયા ગામનાં સરપંચ તરીકે નરશીભાઇની જીત - માલપુરનાં કીડીયાદ ગ્રામ.પંનું પરિણામ જાહેર
મંગીબેન ભરવાડની ચૂંટણીમાં જીત
કીડીયાદનાં સરપંચ તરીકે મંગીબેન ભરવાની જીત
- દસ્ક્રોઇના લીલાપુર ગામમાં ઉષા ઠાકોરનો વિજય
નર્મદાના નરખડી ગામમાં મમતા વસાવાનો વિજય - કપડવંજના વાઘાવત ગામમાં દીપક સોલંકીનો વિજય
કપડવંજના ભોજાના મુવાડા ગામે મંજુલા પટેલનો વિજય
કપડવંજના રમોસડી ગામે જાગૃતિ વાઘેલાનો વિજય
મોરબી માયાપુર ગામમાં નથુ કણઝરીયાની જીત
- અમદાવાદના ઝુંડ ગામમાં હિના પટેલ વિજેતા
અમદાવાદ તાજપુરમાં અમૃત ચૌહાણની જીત
કચ્છના ભુજમાં વળવા ગામે જિતુભા જાડેજા વિજેતા
કચ્છના નખત્રાણના આણંદસરમાં જયાબેન રૂડાણી વિજેતા
- ખેડાના ભોજાના મુવાડામાં મંજુલાબેન પટેલનો વિજય
ખેડાના રમોસડીમાં જાગૃતીબેન વાઘેલાનો વિજય
ખેડાના વાઘાવતમાં દીપક સોલંકીનો વિજય
ખેડાના પિરોજપુરમાં ભારત રાઠોડનો વિજય
ખેડાના જલોયામાં સવિતાબેન પરમારનો વિજય
ખેડાના બાવાના મુવાડા પ્રભાત બારૈયાનો વિજય - મોડાસાના સજાપુર ગ્રામ પંચાયતનું પરિણામ,ચિંતન મોતીભાઈ પટેલ બન્યા સરપંચ
- ગોંડલના નાના મહિકા ગામે વિજય વિરડીયાની જીત
નાના ઉમવાડા ગામે દશરથ સિંહ જાડેજાની જીત
રીબ ગામે પ્રફુલાબા નિરૂભા જાડેજાની જીત
ગોંડલના રીબ ગામે બે વેવાણ વચ્ચે ચૂંટણી જંગ
સરપંચ તરીકે પ્રફુલાબા નિરૂભા જાડેજા વિજેતા
રમાબેન શાંતિલાલ રાખોલીયાની હાર - ધ્રોલ તાલુકાની ૩ ગ્રામ પંચાયતના પરિણામ જાહેર
સગાડીયાના સરપંચ પદે પદુભા અનોપસિહ જાડેજા વિજેતા
સુધાગુના ખાતેથી દેવાભાઈ રઘાભાઈ ભુંડીયા થયા વિજેતા
ધરમપુરમાં પ્રભાબેન ધીરુભાઈ રાઠોડનો વિજય
ગુજરાતમાં 8,686 ગ્રામ પંચાયતોની મતગણતરી શરૂ થઈ ગઈ છે. રાજ્યના જિલ્લા મથકોએ મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 74 ટકા મતદાન થયું હતું. રાજ્યની 1.47 લાખ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું. તો ગુજરાતમાં 1165 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી. તો 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરિફ થયા હતા. રાજ્યમાં સરપંચ પદ માટે 27,200 ઉમેદવાર અને વોર્ડના સભ્યોની ચૂંટણી માટે 1,19,988 ઉમેદવાર મેદાનમાં હતા. ગ્રામ પંચાયતોમાં 23,112 મતદાન મથક પર 37,451 મતપેટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
સવારે 9 વાગે મતગણતરી કેન્દ્રો પર મતગણતરી શરૂ થશે. રાજ્યમાં 344 સ્થળો પર અને 1,711 હોલમાં મત ગણતરી થશે. રાજ્યમાં કુલ 4,519 ટેબલ પર મતગણતરી થશે. આ કામગીરીમાં કુલ 19,916 સ્ટાફ મતગણતરીમાં જોડાશે.મતગણતરી કેન્દ્રો પર 14,291 પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત રહેશે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય ટિમો પણ ખડેપગે રહેશે. મતગણતરી કેન્દ્રો પર આરોગ્ય વિભાગ ના 2,576 કર્મચારીઓ જોડાશે. વર્ગ 4 ના 5,914 કર્મચારીઓ પણ કામગીરીમાં જોડાશે. કોવિડ પ્રોટોકોલના આધારે મતગણતરી કેન્દ્રો પર એજન્ટોને પ્રવેશ આપવામાં આવ્યો છે.
