Gujarat/ બાઈક સવારને કારે અડફેટે લેતા યુવાન કેનાલમાં ડૂબ્યો

ગુજરાતમાં અકસ્માતોનાં કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર અકસ્માતો જીવલેણ પણ નીવડતા હોય છે.

Gujarat Others

ગુજરાતમાં અકસ્માતોનાં કેસો સતત વધતા જોવા મળી રહ્યા છે. ઘણીવાર અકસ્માતો જીવલેણ પણ નીવડતા હોય છે. ત્યારે ખેડા જીલ્લાનાં ઠાસરા તાલુકાનાં સેવાલીયા રોડ પર અકસ્માતની ઘટના બની હતી.

સ્થાનીકોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્યારબાદ  નડિયાદ ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી, જે થોડા સમયમાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસને તપાસ આગળ હાથ ધરતા જાણવા મળ્યું કે, અકસ્માત બાઈક સવાર અને કાર વચ્ચે થયું હતું. બાઈક સવારને કારે ટક્કર મારતા બાઈક સવાર યુવાન મહી કેનાલમાં ડૂબ્યો હતો. મળતી માહિતી મુજબ બાઈક સવાર યુવાન બાલાસિનોરનો વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આગળ આરોપીને પકડવાની કાર્યવાહી શરુ કરી દીધી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ