Rajkot Gaming Zone Fire/ TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ

રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ છે. તેમા એક કર્મચારી 33 વર્ષનો જિજ્ઞેશભાઈ ગઢવી હતો, તે ગેમિંગ ઝોનમાં નોકરીએ કરતો હતો. તે હજી 22 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો. ડીએનએ તપાસના આધારે તેની ઓળખ કરવામાં આવી છે.

Top Stories Gujarat Rajkot Trending

રાજકોટઃ રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં (Rajkot Gaming Zone) માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ છે. તેમા એક કર્મચારી 33 વર્ષનો જિજ્ઞેશભાઈ ગઢવી હતો, તે ગેમિંગ ઝોનમાં નોકરીએ કરતો હતો. તે હજી 22 દિવસ પહેલાં જ નોકરીએ લાગ્યો હતો. ડીએનએ તપાસના આધારે તેની ઓળખ કરવામાં આવી છે.

આ જ રીતે આ અગ્નિકાંડમાં ગેમિંગ ઝોનના અન્ય કર્મચારી સુનિલભાઈનો મૃતદેહ પણ તેમના કુટુંબને સોંપવામાં આવ્યો છે. તેઓ 15 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યા હતા. સુનીલભાઈએ લોકોને બચાવવા જતાં તેમનો જીવ ખોયો હતો.

રાજકોટના TRP ગેમ ઝોન અગ્નિ કાંડમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 33ના મોત થયા છે ત્યારે આ સંજોગોમાં ગેમિંગ ઝોનમાં લાગેલી આગનું કારણ પણ સ્પષ્ટ થઈ ગયું છે. ગેમ ઝોનની અંદર વેલ્ડિંગ કરતી વખતે આગ લાગી હતી. વેલ્ડિંગના લીધે આગના તણખા ઝર્યા હતા અને તે નીચેના જ્વલનશીલ પદાર્થ પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

આમ ગેમિંગ ઝોનમાં આગનું કારણ વેલ્ડિંગ કરનારાઓની બેદરકારી હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. વેલ્ડિંગ કરનારાઓની નાની સરખી ભૂલે 33 જિંદગીઓને ભસ્મિભૂત કરી નાખી છે.  આ જિંદગીઓ એવી રીતે ભસ્મીભૂત થઈ ગઈ છે કે તેમને અંતિમ સંસ્કાર પણ નસીબ થયા નથી. ગેમિંગ ઝોનમાં જ તેમનું જીવન ભસ્મીભૂત થઈ ગયું છે.

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ ઘણા સળગતા સવાલ ઊઠ્યા છે. કોઈને પણ સવાલ થાય કે આવો ગેમિંગના નામે મોતનો ધંધો કરનાર કોણ છે. TRP ગેમ ઝોનનો મુખ્ય માલિક પ્રકાશ જૈન છે. જે મૂળ રાજસ્થાનનો વતની હોવાની માહિતી મળી છે. યુવરાજસિંહ TRP ગેમ ઝોનનો માલિક છે. તે એ એક લાખ રૂપિયા પગાર લે છે અને ધંધામાં 15 ટકા ભાગીદારી પણ ધરાવે છે. યુવરાજસિંહના પિતા હરીશસિંહ જૂનાં વાહનનોની લે-વેચનો ધંધો કરે છે.

જ્યારે રાહુલ રાઠોડ નામનો ભાગીદાર ગોંડલનો છે. રાહુલ રાઠોડ 2017માં IC(ઇન્સ્ટ્રુમેન્ટેન્શન એન્ડ કંટ્રોલ) એન્જિનિયર બન્યો છે. જે વેલ્ડિંગ તેમજ મેઇન્ટેનન્સનું કામ સંભાળતા હતો. અત્યાર સુધીમાં પ્રકાશ અને રાહુલ પોલીસને હાથ લાગ્યા નથી. યોગેશ પાઠક અને નીતિન જૈન TRP ગેમ ઝોનમાં મેનેજર તરીકે કામ કરતા હતા.

પોલીસ રાહુલના ઘરે પણ પહોંચી હતી. પરંતુ તે ત્યાંથી ફરાર થઈ ગયો છે. આગ લાગ્યા બાદ મેનેજરે જ ફાયરબ્રિગેડને કોલ કર્યો હતો. રેક્સ્યૂ ઓપરેશન સમયે સાત કર્મચારીઓ ગુમ હતા જેમાંથી ત્રણ મળી ગયા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 99 રૂપિયામાં મોતની ‘એન્ટ્રી’, જીવનની ‘એક્ઝિટ’

આ પણ વાંચો: અમદાવાદના મોટાભાગના ગેમિંગ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ એક જ

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટના બાદ વિવિધ શહેરોમાં ફાયરબ્રિગેડ એક્શનમાં