Gandhinagar News: ગુજરાતમાં 14 ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર (Indian Forest Officer) ની ટ્રાન્સફર કરવામાં આવી છે. રાજ્યના વન અને પર્યાવરણ વિભાગે જારી કરેલા આદેશ મુજબ સંજયકુમાર શ્રીવાસ્તવની રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. તેઓ અહીં એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ્સ (APCCF) બનશે. તેઓએ આ નવી જવાબદારી તો નીભાવવાની જ રહેશે, પણ તેની સાથે-સાથે જૂના હોદ્દાની જવાબદારીનું પણ વહન કરવાનું રહેશે.
આ જ રીતે જી રામના મૂર્તિનું ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગમાં APCCF તરીકે પોસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેઓએ આ ઉપરાંત સોશિયલ ફોરેસ્ટ્રી વન (NREGA)ની વધારાની જવાબદારી પણ નીભાવવાની રહેશે.
ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવતા નિશા રાજની મહીસાગર ફોરેસ્ટ ડિવિઝનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. અહીં તેઓ ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (DCF)એ તરીકે કામગીરી બજાવશે. પણ કોર્પોરેશનમાં તેઓએ તેમની જૂની ભૂમિકા નીભાવવાનું જારી રાખવું પડશે. આ ટ્રાન્સફરમાં DCF લેવલના અધિકારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સરકારે ગુજરાત ફોરેસ્ટ સર્વિસના લગભગ 35 અધિકારીઓની ટ્રાન્સફર કરી છે.
આ પણ વાંચોઃ નવી સરકારમાં IAS અધિકારીઓની બદલીનો ગંજીફો ચીપાયો, જાણો કોને ક્યાં મળ્યું ટ્રાન્સફર..
આ પણ વાંચોઃ ચૂંટણી પહેલા 12 IPS અધિકારીઓના બદલીના આદેશ, ઉષા રાડા સહિત 12 પોલીસ અધિકારીઓનું ટ્રાન્સફર
આ પણ વાંચોઃ લાંગાએ ગાંધીનગર કલેક્ટર તરીકે લીધેલા મહેસુલી નિર્ણયો અંગેની તપાસ માટે નિવૃત આઈએએસની નિમણૂક
