Gandhinagar News/ ચાંદીપુરાથી કેન્દ્ર ચિંતિત આજે કેન્દ્રીય આરોગ્યની ટીમ આવશે ગુજરાતમાં

ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસોથી કેન્દ્ર સરકાર ચિંતિત થઈ ઉઠી છે. તેના પરિણામે પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય ટીમ ગુજરાત આવશે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. આ ઉપરાંત તે ચાંદીપુરા આરોગ્ય પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લેશે.

Gujarat Gandhinagar Top Stories Breaking News

Gandhinagar News: ગુજરાતમાં ચાંદીપુરાના વધતા કેસોથી કેન્દ્ર સરકાર ચિંતિત થઈ ઉઠી છે. તેના પરિણામે પરિસ્થિતિનો તાગ મેળવવા કેન્દ્રીય આરોગ્ય ટીમ ગુજરાત આવશે. કેન્દ્રીય આરોગ્યની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેશે. આ ઉપરાંત તે ચાંદીપુરા આરોગ્ય પ્રભાવિત વિસ્તારોની પણ મુલાકાત લેશે.

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના લીધે અત્યાર સુધીમાં 32 લોકોના મોત થઈ ચૂક્યા છે. તેમા રવિવારે પાંચના મોત થયા હતા. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ  84 કેસોમાંથી આજરોજ અમદાવાદ કોર્પેરેશન 2, અરવલ્લી 2, સુરેન્દ્રનગર 2, બનાસકાંઠા 2,  ગાંધીનગર કોર્પેરેશન 1, ખેડા 1 મહેસાણા 1, નર્મદા 1,  વડોદરા કોપેરેશન 1  રાજકોટ કોર્પોરેશનમાં એક શંકાસ્પદ કેસો નવા મળેલ છે.

આજરોજ મહીસાગર 1, ખેડા 1,  બનાસકાંઠા 2, વડોદરા કોર્પેરેશનમાં 1 દર્દી મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 46 દર્દી દાખલ છે તથા 1 દર્દીને રાજા આપેલ છે. આરોગ્યની ટીમ દ્વારા કુલ 18729 ઘરોમાં સર્વિલન્સની કામગીરી કરવામાં આવેલ છે.

મુખ્યમંત્રીએ 18 જુલાઈના રોજ જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/ કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને અટકાયતી કામગીરીથી માહિતગાર કરવા માટે સૂચના આપેલ છે.

સાબરકાંઠા જિલ્લામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વાયરલ એન્કેફેલાઇટીસના શંકાસ્પદ કેસો અંગે સમીક્ષા કરી હતી. આ પ્રસંગે મંત્રીએ બાળ દર્દીઓની મુલાકાત લઈ તેમની આરોગ્ય પૃચ્છા કરી હતી. ત્યારબાદ ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા પણ કરી હતી. આ મુલાકાત અને સમીક્ષા બેઠકમાં હિંમતનગર ધારાસભ્ય વી.ડી. ઝાલા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ અને કમિશનર , જિલ્લા કલેકટર નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારી  હર્ષદ વોરા અગ્રણી  કનુભાઇ પટેલ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ, ખેડૂતો રાજીના રેડ

આ પણ વાંચો: ગુજરાતના IAS અધિકારીની પત્નીએ ઝેર પી કરી આત્મહત્યા, ગેંગસ્ટર સાથે કનેકશનની આશંકા

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ.ની મિશન થ્રી મિલિયન ટ્રી ઝુંબેશ શહેરનું ગ્રીન કવર વધારશે