Gujarat News/ ગુજરાતના IAS અધિકારીની પત્નીએ ઝેર પી કરી આત્મહત્યા, ગેંગસ્ટર સાથે કનેકશનની આશંકા

ગુજરાતના એક વરિષ્ઠ IAS અધિકારીની પત્નીએ શનિવારે ઝેર પી લીધું હતું, જે બાદ તેને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Top Stories Gujarat Others

Gujarat News: ગુજરાતના એક વરિષ્ઠ IAS અધિકારીની પત્નીએ શનિવારે ઝેર પી લીધું હતું, જે બાદ તેને બેભાન અવસ્થામાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેનું રવિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જણાવવામાં આવી રહ્યું છે કે IAS ઓફિસર અને તેમની પત્ની છેલ્લા ઘણા મહિનાઓથી અલગ રહેતા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IASની પત્ની તમિલનાડુની રહેવાસી હતી અને તે સ્થાનિક ગેંગસ્ટર ‘હાઈકોર્ટ મહારાજા’ સાથે સંબંધમાં હતી. એટલું જ નહીં તમિલનાડુમાં 14 વર્ષના બાળકના અપહરણમાં પણ તેનું નામ સામેલ હતું. ગેંગસ્ટરે તેના સહયોગી સેંથિલ કુમાર સાથે મળીને 11 જુલાઈએ બાળકનું અપહરણ કર્યું હતું અને 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જોકે પોલીસે બાળકને બચાવી લીધો હતો. ત્યારથી પોલીસ IASની પત્ની સૂર્યાને પણ શોધી રહી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ નવ મહિના પહેલા સૂર્યાએ તેના IAS પતિને છોડી દીધો હતો અને તે એક ગેંગસ્ટર સાથે સંબંધમાં હતી. મૃતક છેલ્લા આઠ મહિનાથી ગુજરાતમાં નહોતો. અહીં IASએ પત્નીને છૂટાછેડા આપવાની વાત કરી હતી. આટલું જ નહીં જ્યારે તે તેના પતિના ઘરે પહોંચી તો તેણે ઘરમાં પ્રવેશવાની ના પાડી દીધી. આ પછી મહિલાએ ઘરની બહાર ઝેર પી લીધું હતું અને હવે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

આપઘાત કરતા પહેલા પત્ર લખ્યો હતો

સૂર્યાબેનના મૃત્યુ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આત્મહત્યા કરતા પહેલા સૂર્યાબેને એક ચિઠ્ઠી લખી હતી જેમાં તમિલનાડુમાં તેમની સાથે થયેલા વિશ્વાસઘાત વિશે લખ્યું હતું. તેણીએ નવું જીવન શરૂ કરવું હતું પરંતુ તેના પૈસા ક્યાંક અટવાઈ ગયા હતા અને તે પાછા મળવાની કોઈ આશા નહોતી કે તે તેના પતિ પાસે પાછી જઈ શકતી નહોતી. પોલીસ સૂત્રોનું કહેવું છે કે પત્રમાં તેના પતિ પર કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી.

વરિષ્ઠ IAS રણજીત કુમાર GERCના સચિવ છે.

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ IAS રણજીત કુમાર 2005 બેચના અધિકારી છે. તેની પત્નીએ શનિવારે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. IAS રણજીત કુમાર ગુજરાત ઈલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન (GERC)માં સેક્રેટરી તરીકે કામ કરે છે અને પતિ-પત્ની વચ્ચે ઘણા સમયથી અણબનાવ હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું