Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં આ વરસાદ જોવા મળ્યો હતો. આમ બંને તાલુકામાં મોડી રાત્રે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બગોદરા, મીઠાપુર, સરલા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો છે. ઘણા સમયે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનું વાતાવરણ છે અને પાણી માટે તરસતા તેમના પાકને રીતસરનું નવજીવન વરસાદે આપ્યું છે.
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. છેલ્લાં 14 કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 8 ઈંચ વરસ્યો. તો સુરતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. જોકે, ગુજરાતમાં વરસાદની વાત કરીએ તો, શ્રીકાર વર્ષાથી કચ્છ-સૌરષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તો તરબોળ થયું છે, પરંતું ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ ન હોવાથી ગંભીર પરિસ્થિતિ છે.
આ વચ્ચે હવામાન વિભાગની આગામી 3 કલાક માટે વરસાદની આગાહી આવી છે. આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દિવ, અમરેલી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, નવસારી, સુરત, તાપી અને ડાંગમાં થંડરસ્ટ્રોમ એક્ટિવીતી સાથે ભારે વરસાદની આગાહી છે. તો ભાવનગરમમ ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઠંડરટરોમ એક્ટિવિટી સાથે મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ખેરા, આણંદ, પંચમહાલ, દાહોદ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ વરસાદ ની આગાહી છે. તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવા વરસાદની આગાહી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ
આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા
આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું
