Ahmedabad News/ અમદાવાદના જશોદાનગરમાં ચાલતા ઓપરેશન ડિમોલિશનમાં મહિલાનું “આત્મવિલોપન”

અમદાવાદમાં ચાલતા ઓપરેશન ડિમોલિશનમાં હૃદયવિદારક ઘટના બની છે. શહેરના જશોદાનગર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીમાં મહિલાએ આત્મવિલોપન કરતાં હાહાકાર મચી ગયો હતો અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ચાલતા ઓપરેશન ડિમોલિશનમાં હૃદયવિદારક ઘટના બની છે. શહેરના જશોદાનગર વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીમાં મહિલાએ આત્મવિલોપન કરતાં હાહાકાર મચી ગયો હતો અને મહિલાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં પણ આવી છે.

આ ઘટનાના કારણે ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ડિમોલિશન માટે આવેલી ટીમ પર હુમલો કર્યો છે. સ્થાનિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ પર આક્ષેપ કર્યો છે કે આટલા સમયથી હપ્તા લેવા છતાં પણ છેવટે અમારે ડિમોલિશનનો સામનો કરવાનો આવ્યો છે. તેઓનું કહેવું છે કે ડિમોલિશન કરવું હોય તો અત્યાર સુધી અમે જે લાંચ આપી હતી તેના રૂપિયા અમને પાછા આપો તો જ ડિમોલિશન કરવા દઇશું, નહીં તો ડિમોલિશન નહીં કરવા દઈએ.

તેઓનો દાવો હતો કે આ વિસ્તારની એકપણ દુકાન એવી નહીં હોય જેની પાસેથી એસ્ટેટ વિભાગે રૂપિયા લીધા ન હોય. હવે આટલા રૂપિયા ખાધા તે ઓછા પડતા હોય તેમ ડિમોલિશન કરવા આવી ગયા છે. કોઈ આપી-આપીને કેટલા રૂપિયા આપે. તંત્ર અહીં સંવેદના ચૂકી રહ્યુ છે અને ગરીબોના ઘરોને તોડીને તેમને રીતસરના રસ્તા પર લાવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જો આ બધુ ગેરકાયદેસર હતુ તો પછી અત્યાર સુધી આ ગરીબોએ ભરેલા વીજળીના બિલ ક્યાં ગયા, કોર્પોરેશનના અધિકારીઓ પાસે લોકોની વાતોનો કોઈ જવાબ ન હતો.

તેઓ ફક્ત એક જ વાત જણાવી રહ્યા હતા કે આ સ્થળ પરની દુકાનો ગેરકાયદેસર છે અને અમને ડિમોલિશનનો આદેશ મળ્યો છે તેથી અમે તેને જરૂર તોડવાના. તંત્રની જડતાના કારણે અને મહિલાના આત્મવિલોપનના કારણે લોકોમાં ગુસ્સો હતો અને તેમણે ડિમોલિશન માટે આવેલી ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આના પગલે તરત જ ડિમોલિશનની કામગીરી હાલમાં અટકાવી દેવાઈ છે અને પોલીસે સ્થિતિ ન વણસે તે માટે આ વિસ્તારમાં સુરક્ષા બંદોબસ્ત વધુ સઘન કર્યો છે. જ્યારે આ વિસ્તારના અસામાજિક તત્વોને પોલીસે હાલમાં સ્થિતિ વણસે નહીં તે માટે અટકાયતમાં લીધા છે. જરૂર પડે તો વધુ પોલીસ ટુકડી બોલાવવાની તૈયારી રાખી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી શરૂ થશે ચંડોળા ડિમોલિશન ફેઝ-2

આ પણ વાંચો: અમદાવાદમાં બાપુનગરમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા

આ પણ વાંચો: અમદાવાદ ચંડોળા ડિમોલિશન ફેઝ-2: ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવાયું