Not Set/ ત્રણ દિવસ પછી ફરી પાછું આવી શકે છે વિનાશક વાવાઝોડું

મે મહિનાની ભીષણ ગરમીમાં આવેલા વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવી હતી. યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા સાથે વરસાદે 129 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 10 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ના હવામાન વિભાગે આવતાં પાંચ દિવસ સુધી એલર્ટ જારી કર્યું […]

Top Stories

મે મહિનાની ભીષણ ગરમીમાં આવેલા વાવાઝોડાએ ભયાનક તબાહી મચાવી હતી. યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળમાં વાવાઝોડા સાથે વરસાદે 129 લોકોના મોત થયા હતા. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના 10 જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (NDMA)ના હવામાન વિભાગે આવતાં પાંચ દિવસ સુધી એલર્ટ જારી કર્યું છે.

દિલ્લી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર ઉત્તરાખંડ સહિત દેશમાં કેટલીક જગ્યાઓએ વાવાઝોડું આવી શકે છે. પશ્ચિમી રાજસ્થાનમાં ફરી ધૂળની ડમરીઓ આવી શેક છે.

આ પહેલા આવેલા બુધવારના દિવસે આવેલા તોફાનમાં અને ધૂળની ડમરીઓએ દેશમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં ખુબ જ તબાહી મચાવી હતી. આ તોફાનમાં 129 લોકોના મોત થયા અને 200થી વધારે લોકો ધાયલ થયા હતા.

https://twitter.com/ndmaindia/status/992271926113452039

ભારતીય હવામાન વિભાગના ડીજી કે જી રમેશે જણાવ્યું હતું કે વાવાઝોડાનોસંપર્ક આ વિસ્તારો માંથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બસ સાથે થઈ ગયો. આ ઉપરાંત અસ્થિર વાતવરણના કારણે વાવાઝોડું શક્તિશાળી બની એક મોટા વિસ્તારમાં ફેલાઈ ગયું.

દિલ્લી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પૂર્વ રાજસ્થાન, તેલંગાના, દક્ષિણ કર્ણાટક, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ,ઓડીસા, આંધ્રપ્રદેશમાં ભારે તોફાનની આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનના અલવર,ભરતપુર અને ધોલપુર જીલ્લામાં બુધવારે મોડી સાંજે ભારે વાવાઝોડાના કારણે સેંકડો ઝાડ પડી ગયા હતા.રેતીના તોફાનામાં ભરતપુરમાં 9 લોકાના મોત થયાં હતા,જ્યારે અલવરમાં 3 લોકોના મોત થયાં હતા.રાજસ્થાનના જુનજુન જીલ્લામાં પણ ઘર પડી જતાં 2ના મોત થયાં હતા. કરૌલીમાં પણ બિલ્ડીંગ પડવાને કારણે બે મહિલાઓ અને ત્રણ બાળકો ઇજાગ્રસ્ત થયાં હતા.

આ પહેલા બુધવારે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદના પગલે ૧૮ લોકોના મોત થયા હતા, તેમજ પાંચ લોકો હજી લાપતા છે. આ ઉપરાંત  પશ્ચિમ બંગાળમાં વીજળી પડવાની અને દિવાલ પડવાની બે અલગ અલગ ઘટનામાં ૪ લોકોના મોત થયા છે. તેમજ બે લોકો ઘાયલ થયા છે. આ વાવાઝોડા અને વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. અનેક વિસ્તારમાં પાકને વ્યાપક નુકશાન થયુ છે. આ ઉપરાંત માર્કેટયાર્ડ અને ખેતરોમાં રાખવામાં આવેલ અનાજ પણ પલળ્યા છે.