Surat News:સુરતના અમરોલીમાં ₹10 લાખની લૂંટ (Robbery) ચલાવનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ આ વ્યક્તિએ ફરિયાદીને USDT ખરીદવા માટે બોલાવ્યો હતો અને પછી લૂંટી લીધો હતો. પોલીસે આ આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરી છે.ત્રણ મહિના પહેલા, આરોપીએ ફરિયાદીને USDT ખરીદવા માટે છાપરા ભાઠા રોડ પર બોલાવ્યો હતો, ત્યારબાદ ફરિયાદી અને સાક્ષીઓ પર હુમલો કર્યો હતો અને તેમની પાસેથી ₹10 લાખની રોકડ લૂંટીને ભાગી ગયો હતો.
રોકડા રૂપિયા 10 લાખની લુંટ (Robbery) કરી ફરાર થઈ ગયો હતો

જેના પછી આરોપી હર્ષ દિનેશ ભાઈ ગોટીની અમરોલી પોલીસે (Amroli Police) અમદાવાદથી (Ahmedabad) ધરપકડ કરી હતી. આ આરોપી એક રીઢો ગુનેગાર છે તેને ખુબજ ચાલાકીથી લૂંટને (Robbery) અંજામ આપ્યો હતો.અમરોલી પોલીસે આરોપીની સંપૂર્ણ તપાસ શરૂ કરી છે. તેઓ તપાસ કરી રહ્યા છે કે આરોપીએ ચોરેલા પૈસાનો ઉપયોગ કેવી રીતે કર્યો અને શું તેણે આવી જ રીતે બીજા કોઈને લૂંટ્યા છે. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે આરોપી બીજા કોની સાથે સંકળાયેલો છે અને તેની મોડસ ઓપરેન્ડી શું છે?,તે મામલે તપાસ હજી ચાલુ છે.
આ પહેલા સુરત શહેરમાં 18 વર્ષથી વોન્ટેડ લૂંટનો (Robbery) આરોપી ઝડપાયો હતો. આ આરોપી મધુર જ્વેલર્સ લૂંટમાં વોન્ટેડ હતો. 2007માં આરોપીએ 8.44 લાખ રૂપિયાના સોના-ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી હતી. રોપી જિત્રા મંગા વસુનીયાની પોલીસે ધરપકડ કરાઈ હતી.
આરોપી MPના જાંબુઆમાં આવેલા ઝાયડા ગામે રહેતો હતો. આ અગાઉ સુરત પોલીસે અપહરણ (Kidnapping) વિથ લૂંટ કેસમાં વધુ એકની ધરપકડ કરી હતી.અપહરણ વિથ લૂંટનો આ ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જેમાં વધુ એક આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. તપાસમાં તેનુ નામ ગણેશ ઉર્ફે રાવસિયા જ્ઞાનેશ્વર પાટીલ હોવાનું બહાર આવ્યું હતું.અગાઉ આ ગુન્હામાં મુખ્ય આરોપી સહિત 6 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:સુરતમાં પાંચ કરોડની લૂંટનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો:સુરતમાં રિક્ષાની આડમાં લૂંટની ઘટનાઓ, સાતીર ગેંગ પોલીસના સકંજામાં
આ પણ વાંચો:સુરતના સચિન વિસ્તારમાં જવેલર્સની દુકાનમાં લૂંટ વિથ મર્ડરનો મામલો, આરોપીને સ્થાનિકોએ ઝડપ્યો
