Surat News/ સુરતમાં પાંચ કરોડની લૂંટનો આરોપી ઝડપાયો

સુરતના રાંદેરમાં પાંચ કરોડની લૂંટનો આરોપી ઝડપાયો છે. આરોપી મોહમ્મદ ઝુબેર અંસારીની ભિવંડીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોહમ્મદ ઝુબેર અંસારીએ બ્લેકના વ્હાઇટ કરવાનું કહને યાનના વેપારીને લૂંટ્યો હતો. ભિવંડીના વિજય રેડ્ડીના ઇશારે આ કારસ્તાન રચાયું હોવાનું માનવામાં આવે છે.

Gujarat Top Stories Surat Breaking News
સુરતના રાંદેરમાં પાંચ કરોડની લૂંટનો આરોપી ઝડપાયો છે

Surat News: સુરતના રાંદેરમાં પાંચ કરોડની લૂંટનો આરોપી ઝડપાયો છે. આરોપી મોહમ્મદ ઝુબેર અંસારીની ભિવંડીથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી મોહમ્મદ ઝુબેર અંસારીએ બ્લેકના વ્હાઇટ કરવાનું કહને યાનના વેપારીને લૂંટ્યો હતો. ભિવંડીના વિજય રેડ્ડીના ઇશારે આ કારસ્તાન રચાયું હોવાનું માનવામાં આવે છે.

સુરત મા લૂટ

આ ચકચારભરી લૂંટ કેસમાં અગાઉ સૂરત ની પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી હતી. ઇનોવામાં પાંચ અને અન્ય કારમાં ત્રણ ઇસમો આવ્યા હતા. પાંચ કરોડ ભરેલી બેગ ઇનોવામાં મૂકીને આરોપી ગાડીમાં બેસ્યો હતા.

ક્રાઇમ બ્રાન્ચે વલસાડ પોલીસ સાથે મળીને આરોપીઓને ઝડપ્યા હતા. આરોપી રેકી કરતી કારમાં ડ્રાઇવિગ કરતો હતો. તે સમયે સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થાય તેવી સંભાવના છે.

આ પહેલાં અગાઉ ગયા વર્ષે આવી એક અન્ય લૂંટમાં સુરતના સારોલી વિસ્તારમાં પોલીસે એક મોટી કાર્યવાહી કરી હતી. સારોલી પોલીસે સીમાડા ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ દરમિયાન એક કારમાંથી રૂ. 9 કરોડથી વધુની કિંમતનું 15 કિલો સોનું જપ્ત કર્યું હતું. આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી હતી.

પોલીસે આ મામલે 2 આરોપીઓ હિરેન ભટ્ટી અને મનજી ધામેલીયાની ધરપકડ કરી હતી. આરોપીઓ કારમાં કાપડની અંદર સોનું છુપાવીને મહિધરપુરાથી ઉભેળ ફેક્ટરીમાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું. જોકે, આરોપીઓ પાસે સોનાના જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે સોનું કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ સોનું ક્યાંથી આવ્યું અને ક્યાં લઈ જવાનું હતું. આ સોનું કોનું છે અને આરોપીઓ આ કામ કોની સૂચના પર કરી રહ્યા હતા તે અંગે પણ તપાસ ચાલતી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં શિક્ષકની ધરપકડ : “ગુડ ટચ-બેડ ટચ” જ્ઞાન બન્યું સુરક્ષા કવચ

આ પણ વાંચો: સુરતમાં ચાઈનીઝ દોરી ભરેલા આઈસર કન્ટેનર સાથે 21.52 લાખનો મુદ્દામાલ કબજે

આ પણ વાંચો: સુરતઃ ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરીને આપઘાત કર્યો