Banaskantha News/ બનાસકાંઠામાં ફરી અંધશ્રદ્ધાનો મુદ્દો ચર્ચામા, અંધશ્રદ્ધા સામે ગેનીબેનનું તીખું નિવેદન

સાંસદ ગેનીબેન ઠાકોરે (Geniben Thakor) ભુવાઓની દુકાનો બંધ થવાની ભીતિ અંગે આપ્યું તીખું નિવેદન. સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી.

Gujarat Others Trending
Geniben Thakor

Geniben Thakor Statement News : બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાનો મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે ઠાકોર સમાજને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ તેમણે સમાજમાં જાગૃતિ ફેલાવવા માટે કાર્યરત ટીમને અભિનંદન પાઠવ્યા છે.

અંધશ્રદ્ધાની દુકાનો બંધ થવાની ભીતિ : સાંસદ ગેનીબેન ઠાકોર 

સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજે હવે અંધશ્રદ્ધાના ચક્રમાંથી બહાર આવવું જરૂરી છે. સમાજમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓ અને અંધવિશ્વાસના કારણે અનેક લોકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, સમાજમાં જાગૃતિ વધતા જે લોકો અંધશ્રદ્ધાના નામે પોતાની ‘દુકાનો’ ચલાવતા હતા, તેઓમાં હવે ભય જોવા મળી રહ્યો છે.

 Geniben Thakor

સમાજ જાગી ગયો : સાંસદ ગેનીબેન ઠાકોર (Geniben Thakor)

તેમણે વધુમાં ઉમેર્યું કે, સમાજની ચેતનાથી આવા ખોટા ધંધાઓ બંધ થવાની શક્યતા છે. ગેનીબેન ઠાકોરે (Geniben Thakor)કહ્યું કે, તેઓ સમાજના હિત માટે લડી રહ્યા છે અને આ સંઘર્ષમાં સમગ્ર ઠાકોર સમાજ તેમનો સાથ આપી રહ્યો છે. જો સમાજ અંધશ્રદ્ધાથી સંપૂર્ણપણે મુક્ત થશે, તો તે શિક્ષણ, વ્યવસાય અને વિકાસના ક્ષેત્રે આગળ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પાટણ ખાતે અંધશ્રદ્ધાના મુદ્દે ભુવાજી અરવિંદ અને ઠાકોર સમાજના આગેવાનો વચ્ચે વિવાદ થયો હતો, જેમાં સ્થિતિ તંગ બનતા પોલીસને પણ ઘટના સ્થળે પહોંચવું પડ્યું હતું. બાદમાં ભુવાજીએ જાહેરમાં માફી માગતા મામલો શાંત પડ્યો હતો.

આ અગાઉ પણ ગેનીબેન ઠાકોરના અંધશ્રદ્ધા વિરોધી નિવેદનો બાદ અરવિંદ ભુવાજી તરફથી પ્રતિક્રિયા સામે આવી હતી. હાલ ફરી એકવાર આ મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગેનીબેન ઠાકોરના નિવેદન બાદ ભૂવાનો ખુલ્લો પડકાર, થરાદનો મુદ્દો રાજકીય બન્યો

આ પણ વાંચો: કોંગ્રેસના સિંહ ભાજપમાં જઈને બકરી બની ગયાઃ ગેનીબેન ઠાકોર ત્રાટક્યા

આ પણ વાંચો:ગેનીબેન ઠાકોરે વાવ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામું, લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી