Ahmedabad News/ સ્વાદનો ચટકો હોય તો ચેતજો, બટર, પનીર અને જામના સેમ્પલ ફેઈલ

અમદાવાદમાં ફૂડ વિભાગ દ્વારા શહેરના એકમો પર ચેકિંગ હાથ ધરાયું જેમાં જાણીતા એકમોના ખાદ્યપદાર્થના લીધેલ નમૂના સેમ્પલ ફેઈલ થયા છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં સ્વાદના શોખીનોને તેમનો શોખ ભારે પડી શકે છે. ફૂડ વિભાગ દ્વારા શહેરના એકમો પર ચેકિંગ હાથ ધરાયું છે. વિભાગે હાલમાં કેટલાક એકમો પર ચેકિંગ દરમ્યાન લીધેલા સેમ્પલમાં ચોંકાવનારી માહિતી સામે આવી. શહેરના નામાંકિત એકમોમાં પનીર અને જામના સેમ્પલ ફેઈલ થયા. જેના બાદ વિભાગ દ્વારા આ એકમોને નોટિસ આપવામાં આવી.

મળતી માહિતી મુજબ AMC ફૂડ વિભાગે શહેરમાં અનેક એકમો પર અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. વિભાગની આ કામગીરીમાં અનેક એકમોના સેમ્પલ લીધા હતા. ફૂડ વિભાગે લીધેલ સેમ્પલ લેબમાં ચેક કરવામાં આવ્યા હતા. અને શહેરની જાણીતી રેસ્ટોરન્ટ મકરબાના ગુલશન ગૃહ ઉદ્યોગ, વસ્ત્રાલના મઢુલી એન્ટરપ્રાઈઝ અને રાજસ્થાન ભોજનાલયના સેમ્પલ ફેઈલ થયા હતા. અમદાવાદમાં પનીર, બટર અને જામના પાંચ સેમ્પલ ફેઈલ થયા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર આ એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી.

બહારનું ખાવા જતા પહેલા સ્વાદના શોખીનો ચેતી જજો. ફૂડ વિભાગે લીધે સેમ્પલમાં મકરબાના ગુલશન ગૃહ ઉદ્યોગના જામનું સેમ્પલ ફેઈલ થયું હતું. જ્યારે વસ્ત્રાલના મઢુલી એન્ટરપ્રાઈઝના પનીરનું સેમ્પલ અને રાજસ્થાન ભોજનાલયમાં પણ પનીરનું સેમ્પલ ફેઈલ થયું હતું. આ તમામ એકમો આ વિસ્તારમાં વધુ જાણીતા છે. પરંતુ અવાર-નવાર આ એકમોમાં અપાતા ભોજનને લઈને ભેળસેળ અને ગુણવત્તાને લઈે ફરિયાદ થઈ હતી. જેના બાદ વિભાગ દ્વારા શહેરના અનેક એકમો પર ચેકિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં ગુલશન ગૃહ ઉદ્યોગ, મઢુલી એન્ટરપ્રાઈઝ અને રાજસ્થાન ભોજનાલયના ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેઈલ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં આઇસક્રીમમાંથી નીકળી માખી

આ પણ વાંચો: ઉનાળામાં કેરી સીઝનની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ થયું સતર્ક

આ પણ વાંચો: અમદાવાદમાં રોગચાળો વકરતાં AMC એક્શનમાં, વધતા રોગચાળાને કાબૂમાં કરવા કાર્યવાહીનો ધમધમાટ, રોગચાળો બેકાબુ બનતા આરોગ્ય વિભાગની મોટી