Surat/ ઉનાળામાં કેરી સીઝનની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ થયું સતર્ક

ઉનાળાની ગરમીની સાથે કેરીની સીઝન આવી ગઈ છે. કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 04 20T122153.319 ઉનાળામાં કેરી સીઝનની શરૂઆત સાથે જ ફૂડ વિભાગ પણ થયું સતર્ક

@ દિવ્યેશ પરમાર

ઉનાળાની ગરમીની સાથે કેરીની સીઝન આવી છે અને સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં ભારતના અલગ અલગ ખૂણેથી કેરીઓ વેચાવવા માટે આવવા લાગી છે. કેરીઓ માર્કેટમાં આવતા જ ફૂડ વિભાગ પણ એલર્ટ થયું છે. અને કેરીના વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. યોગ્ય સુવિધાનો અભાવ હોય તેવા વિક્રેતાઓને ત્યાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ હતી.

કેરીની સીઝન આવતા ની સાથે જ સુરત ફૂડ વિભાગ પણ સતર્ક થયું છે. સુરત APMC ફ્રુટ માર્કેટમાં કેરી આવતા જ કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા સુરત APMC માર્કેટમાં આવેલી મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં દોરડા પાડી કેરીનો જથ્થો તપાસવામાં આવ્યો હતો. અગાઉ કેરી કાર્બાઇડથી પકવતા હતા ત્યારબાદ અન્ય એક પાવડર આવ્યો છે. જે એફ એસ એલ એપ્રુવ છે પરંતુ અમુક વેપારીઓ તેમાં પણ મીલી ભગત ચલાવે છે જેથી ફૂડ વિભાગ દ્વારા તમામ વિક્રેતાઓને ત્યાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. અમુક વેપારીઓને ત્યાં યોગ્ય સુવિધા ન હોવાથી તેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. સુરત એપીએમસી ફ્રુટ માર્કેટમાં ભારતના અલગ-અલગ ખૂણેથી કેરીઓ આવતી હોય છે આ કેરી લોકો માટે ખાવા લાયક છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી હતી કેરી ની સીજન દરમિયાન જો કોઈ પણ વેપારી કાર્બાઇડ થી કેરી પકવતો ઝડપાશે તો તેમની સામે કાયદાકીય અને દંડાત્મક પગલાં ભરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઓરેવા ફરીથી સાણસામાંઃ ગુજરાત હાઇકોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન જ સાબરમતીને કરે છે ગંદી, પછી બીજાની ક્યાં વાત કરવી

આ પણ વાંચો: પાલનપુરમાં 17 લાખ રૂપિયાનું 2,700 કિલો બનાવટી ઘી પકડાયું

આ પણ વાંચો:રાજકોટમાં 13 વર્ષના બાળકનું ક્રિકેટ રમતા-રમતા મોત