Not Set/ અમદાવાદ : કારે ટક્કર મારતા માસુમ બાળકીનું મોત

અમદાવાદ, અમદાવાદમાં બનેલા એક કરૂણ અકસ્માતમાં સગીર બાળકીનું કરૂણ મોત થયું છે.શહેરના વાડજ વિસ્તારમાં કાર ચાલકે બાળકીને અડફેટે લેતા તેનું મોત થયું છે. વિગતે જઇએ તો વાડજ વિસ્તારમાં આવેલાં કિરણ પાર્ક પાસે કાર ડ્રાઈવરે કાર રિવર્સ લેતા અનેક વાહનો અડફેટે લીધા હતાં, આ દરમિયાન રસ્તા પર તાપણું કરી રહેલી 11 વર્ષની ધ્રવી નામની બાળકી પર કાર […]

Top Stories Ahmedabad Gujarat Trending
koo 2 અમદાવાદ : કારે ટક્કર મારતા માસુમ બાળકીનું મોત

અમદાવાદ,

અમદાવાદમાં બનેલા એક કરૂણ અકસ્માતમાં સગીર બાળકીનું કરૂણ મોત થયું છે.શહેરના વાડજ વિસ્તારમાં કાર ચાલકે બાળકીને અડફેટે લેતા તેનું મોત થયું છે.

વિગતે જઇએ તો વાડજ વિસ્તારમાં આવેલાં કિરણ પાર્ક પાસે કાર ડ્રાઈવરે કાર રિવર્સ લેતા અનેક વાહનો અડફેટે લીધા હતાં, આ દરમિયાન રસ્તા પર તાપણું કરી રહેલી 11 વર્ષની ધ્રવી નામની બાળકી પર કાર ચડી જતાં તેણીનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે તેની સાથે રહેલી બીજી બાળકીને ઈજા પહોંચી હતી. ત્યાર બાદ વાડજ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.

તાપણું કરી રહેલી બાળકીને ખબર ન હતી કે, પાછળથી કાર યમરાજ બનીને આવી રહી છે

ધ્રવી તેના ઘરની બહાર સવારે તાપણું કરી રહી હતી ત્યારે કારે ટક્કર મારતા મોત થયું હતું.અકસ્માતને જોતા ઘણા લોકો ભેગા થઇ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. પોલીસે કારચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

BalkiMot3.JPG

સવારે સાડા આઠ વાગ્યે કારચાલક ભીમજીપુરાથી વિજયક્રોસ રોડ તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કારચાલકે કિરણ પાર્ક સોસાયટી પાસે 2 બાળકીઓને અડફેટે લીધી હતી.કાર ચાલકે કાર રીવર્સ લેતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસે કારચાલકની ધરપકડ કરી લીધી છે, જ્યારે બાળકીનાં મૃતદેહને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.