Not Set/ દારૂ પર દંગલ : અશોક ગેહલોતે કહ્યું : “ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ”, તો શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ”

દારૂબંધી અંગે ગુજરાત અને રાજસ્થાન આમને સામેને CM રાજસ્થાને પડકાર્યા CM ગુજરાતને મુખ્યમંત્રી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ  ગેહલોતે કહ્યું – જો ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ” ગુજરાતની દારુબંધીનો મામલો હવે આબરૂનો સવાલ બનતો જાય છે અને બહુ બોલકા […]

Top Stories Gujarat India
ashok rupani દારૂ પર દંગલ : અશોક ગેહલોતે કહ્યું : "ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ", તો શું રૂપાણી કહી શકશે કે "ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ"
  • દારૂબંધી અંગે ગુજરાત અને રાજસ્થાન આમને સામેને
  • CM રાજસ્થાને પડકાર્યા CM ગુજરાતને
  • મુખ્યમંત્રી વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ 
  • ગેહલોતે કહ્યું – જો ગુજરાતમાં દારૂ ન મળે તો હું રાજકારણ છોડી દઇશ
  • શું રૂપાણી કહી શકશે કે “ગુજરાતમાં દારૂ મળશે તો હું રાજકારણ છોડી દઇશ”

ગુજરાતની દારુબંધીનો મામલો હવે આબરૂનો સવાલ બનતો જાય છે અને બહુ બોલકા અને પ્રચારમાં  હાઇટેકની છાપ ઘરાવતી ભાજપ સરકાર આ મામલે સાણસામાં આવી ગઇ હોય તેવું જોવામા આવી રહ્યું છે અને આની સાબિતી પણ મળી રહી છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહતોલ દ્વારા ગુજરાત સરકાર અને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુશ્કેલીમાં મુકી દેતું અને આબરુ પણ હનન કરે તેવું નિવેદન છાતી ઠોકીને કરવામાં આવ્યું છે. તો શું ગુજરાતનાં CM એ ચેલેન્જનો પણ ઝડપથી જવાબ આપશે ? તેવી લોકોમાં હાલ ચર્ચા ચાલી રહી છે.

આપને જણાવી દઇએ કે, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ગુજરાત સરકાર અને CM પર લક્ષ્યભેદી હુમલો કરીને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર આપ્યો છે. ગેહલોતે કહ્યું હતું કે, જો ગુજરાતમાં દારૂ ન મળે તો તેઓ રાજકારણ છોડી દેશે અને જો દારૂ મળી આવે તો રૂપાણીએ રાજકારણ છોડી દેવું જોઈએ.  છેલ્લા દિવસથી ગુજરાત અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ દારૂબંધી અંગે આમને સામને જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓક્ટોબરે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલના કાર્યક્રમમાં કહ્યું હતું કે દારુ પર પ્રતિબંધનો કોઈ ફાયદો નથી. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ દરેક ઘરમાં દારૂ મળે છે. આ પછી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જવાબ આપ્યો હતો કે ગેહલોતે સાડા છ કરોડ ગુજરાતીઓનું એમ કહીને અપમાન કર્યું છે, તેઓએ માફી માંગવી જોઈએ.

આ મામલો હવે રાજકીય આબરૂનો અને રાજકીય દાવા કરવામાં અને કોઇ જવાબ ન આપવામાં કે જવાબો ટાળી દોવામાં અને પોતાના ફાયદામાં જ કોઇ મુદ્દે ઝંપલાવવામાં પાવધા માનવામાં આવતા રાજકારણીઓની રાજકીય પરીક્ષા સમો થતો જઇ રહ્યો છે. ત્યારે પ્રજાનાં મનમાં એક જ સવાલ ઊભો થઇ રહ્યો છે કે, શું ગુજરાતનાં મુખ્યમંત્રી આ ચેલેન્જ ને સ્વીકારશે ? 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.