LION/ સિંહોના અકાળે મોતનો મામલો સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો આવો જવાબ

ગુજરાતમાં વિશ્વભરમાં ક્યાંય નથી તેવી કુદરતી ધરોહર આસરો લઇ રહી છે. ભારતમાં એશિયાટીક સિંહનું નિવાસ ગણાતા ગીરનાં જંગલોમાં સિંહોનાં અકાળે મોત થવાની ઘટના

Gujarat Others
lion સિંહોના અકાળે મોતનો મામલો સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો આવો જવાબ

ગુજરાતમાં વિશ્વભરમાં ક્યાંય નથી તેવી કુદરતી ધરોહર આસરો લઇ રહી છે. ભારતમાં એશિયાટીક સિંહનું નિવાસ ગણાતા ગીરનાં જંગલોમાં સિંહોનાં અકાળે મોત થવાની ઘટના વારંવાર સામે આવે છે. અને સંવર્ધન કરતા પણ અનેક ગણા સિંહનાં અકાળે મોત થઇ જતા હોવા જેવું પ્રતિત થઇ રહ્યું છે ત્યારે, સિંહના અકાળે મોત મામલો ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધેલી અરજીમાં ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરફથી જવાબ રજૂ કરાયો હતો.

કોર્ટમાં રજૂ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું છે કે, ગીર અભ્યારણ્યમાંથી ગેસની પાઇપલાઇન પસાર નહીં થાય. ગીર રાષ્ટ્રીય અભયારણ્યથી 4.8 કિલોમીટર દૂરથી ઇકો સેન્સિટિવ ઝોનમાં અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઈન માટે વિચારણા ચાલી રહી છે.

ગીર અભયારણ્યમાંથી ઓપ્ટિકલ ફાયબર નેટવર્ક કાઢવા માટે રિલાન્સ જીઓ ડિજિટલ ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ અને ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડની અરજીઓ મળી છે. કોઈ આખરી નિર્ણય હાલ સુધી લેવાયો નથી.

ગુજરાતમાં જ્યારે તમામ રેલવે લાઇને મીટર ગેજ માંથી અપગ્રેડ કરી બ્રોડગેજ કરી દેવામાં આવી છે કે કરવાનું કામ ચાલી રહ્યું છે, ત્યારે ગીરનાં જંગલોમાં પણ રેલવે લાઈન અપગ્રેડેશન માટે અંદાજીત 150 હેકટર જમીનની માંગણી સાથે રેલવે વિભાગની પ્રપોઝલ મળી છે, હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

સાથે સાથે ગુજરાતમાં વીજળી કરણ પ્રક્રિયા પણ જોરશોરમા ચાલતી હોવાનાં કારણે પશ્ચિમ ગુજરાત વીજ કંપનીએ પણ ઇલેક્ટ્રિક લાઈન માટે મંજૂરી માંગી છે, હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ગીર અભયારણ્ય અને એની આસપાસના વિસ્તારમાં થઈ રહેલા અને થનારા કામોનાં કારણે ગીર અભયારણ્યની સુંદરતામાં અને સિંહોને નુકસાન થશે તેવી રજૂઆત સાથે કોર્ટ કરવામાં આવેલી અરજીના પગલે સરકાર તરફથી આ જવાબ રજૂ કરાયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…