Egypt Finance Minister/ ઇજિપ્તની નાણાસંસ્થાઓ અને ફિનટેકને ગિફ્ટમાં રોકાણ કરવા સીએમનું આમંત્રણ

G20 અન્વયે ગુજરાતની શુભેચ્છા મુલાકાત લેનારા ઇજિપ્તના નાણાપ્રધાનને સીએમ ભુપેન્દ્ર પટેલે ઈજીપ્તની નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઝ, ટેક સ્ટાર્ટઅપ્સને ગિફ્ટમાં રોકાણો માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

Top Stories Gujarat
CM Rain ઇજિપ્તની નાણાસંસ્થાઓ અને ફિનટેકને ગિફ્ટમાં રોકાણ કરવા સીએમનું આમંત્રણ
  • ગુજરાત અને ઈજિપ્તનો સદીઓ જૂનો સંબંધ વર્તમાન સમયાનુરૂપ વધુ વ્યાપક બનાવવા વિચારણા
  • ગિફ્ટસિટીમાં ઈજિપ્તની નાણાંકીય સંસ્થાઓ-ફિનટેક કંપનીઓ-ટેક સ્ટાર્ટઅપ્સને આમંત્રણ
  • રિન્યુએબલ એનર્જી-ટુરીઝમ-આઈ.ટીનાં ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ-રોકાણ ભાગીદારીનો સુઝાવ.
  • વાઈબ્રન્‍ટ સમિટ-2024માં ઈજીપ્તને જોડાવા મુખ્યમંત્રીશ્રીનું નિમંત્રણ 

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત Egypt Finance Minister આરબ રિપબ્લિક ઓફ ઈજીપ્તના નાણાંમંત્રી શ્રીયુત ડૉ.મોહમ્મદ મૈત અને પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં લીધી હતી. વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયાસોથી ભારતને આ વર્ષે મળેલી G-20 પ્રેસીડેન્‍સી અન્‍વયે ગુજરાતમાં G-20 દેશોના ફાયનાન્‍સ મિનીસ્ટર્સ અને સેન્‍ટ્રલ બેન્‍ક્સના ગવર્નરશ્રીની ત્રીજી બેઠક યોજાઈ રહી છે. સીએમે ઈજીપ્તની નાણાંકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઝ, ટેક સ્ટાર્ટઅપ્સને ગિફ્ટમાં રોકાણો માટે આવવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ બેઠકમાં ઈજીપ્તના નાણાંમંત્રીશ્રી સહભાગી થવા ગુજરાત પ્રવાસે આવેલા છે Egypt Finance Minister તે દરમિયાન તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્ર પટેલ સાથે મુલાકાત બેઠક યોજી હતી. સીએમ ભૂપેન્‍દ્ર પટેલે ભારત, ગુજરાત અને ઈજિપ્ત વચ્ચે સદીઓ જુના વેપાર-વણજના સંબંધોને હવે વર્તમાન સમય અનુરૂપ વધુ વ્યાપક બનાવવા અંગે બેઠકમાં ચર્ચા-પરામર્શ કર્યા હતા.

તેમણે કહ્યું કે હતું કે ઈતિહાસની બે સૌથી જૂની માનવ Egypt Finance Minister સંસ્કૃતિની વિરાસત ઈજીપ્ત અને ભારત ધરાવે છે. પીએમ નરેન્‍દ્રભાઈ મોદીએ તાજેતરમાં ઈજીપ્તની જે મુલાકાત લીધી હતી તે ઐતિહાસિક અને વેપાર-રોકાણમાં નોંધપાત્ર વૃદ્ધિનો માર્ગ સરળ કરનારી બની છે તેમ શ્રી ભૂપેન્‍દ્ર પટેલે બેઠક દરમ્યાન જણાવ્યું હતું.

એટલું જ નહી, વડાપ્રધાનશ્રીને ઈજીપ્તના પ્રતિષ્ઠિત સન્‍માન ઓર્ડર ઓફ ધ નાઈલથી સન્‍માનિત કરવામાં આવ્યા. તે માટે મુખ્યમંત્રીશ્રીએ ગૌરવની લાગણી દર્શાવી હતી. તેમણે કહ્યું કે, વડાપ્રધાનશ્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટી આજે વિશ્વ માટે ફાઈનાન્‍સિયલ એન્‍ડ ટેકનોલોજી સેક્ટરમાં ભારતમાં પ્રવેશ માટેનું દ્વાર છે.

ગુજરાત અને ઈજીપ્ત સાથે મળીને રીન્યુએબલ Egypt Finance Minister એનર્જી, ટુરીઝમ, આઈ.ટી જેવા ક્ષેત્રોમાં રોકાણ ભાગીદારી કરી શકે તેમ છે તેવો પ્રસ્તાવ સીએમે મૂક્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ બેઠકની વાતચીત દરમિયાન એમ પણ જણાવ્યું કે, ઈજિપ્તમાં ભારતીય સમુદાયના લોકો વિવિધ વેપારક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને ઈજિપ્ત સહિત આફ્રિકન રાષ્ટ્રોના ઘણા વિદ્યાર્થીઓ ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસ માટે પણ વસેલા છે.

મુખ્યમંત્રીશ્રીએ આગામી વાઈબ્રન્‍ટ સમિટ-2024માં જોડાવા ઈજિપ્તના Egypt Finance Minister  નાણાંમંત્રીશ્રીને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. ઈજિપ્તના નાણાંમંત્રીશ્રીએ તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા વાઈબ્રન્‍ટ 2024માં જોડાવા ઉત્સુકતા દર્શાવી હતી. તેમણે એ વાતની પણ યાદ અપાવી હતી કે, ભારતના તાજેતરના પ્રજાસત્તાક દિવસના યજમાન તરીકે ઈજિપ્તના રાષ્ટ્રપતિશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચોઃ Fake Aadharcard/ રાજ્યમાં મુસ્લિમ યુવકની હિંદુ નામે આધાર કાર્ડ બનાવવા બદલ ધરપકડ

આ પણ વાંચોઃ Ajit-Sharad Pawar/ અજિત પવાર અને તેમના જૂથના એનસીપીના વિધાનસભ્યો સળંગ બીજા દિવસે શરદ પવારને મળ્યા

આ પણ વાંચોઃ Opposition Coalition/ સત્તા સામે વિપક્ષનું મહાગઠબંધન બનાવવા આજથી બે દિવસની બેઠક

આ પણ વાંચોઃ Heavy Rain/ દિલ્હી-યુપી અને બિહાર સહિત આ રાજ્યોમાં પડશે વરસાદ, જાણો ક્યાં ક્યાં છે યલો એલર્ટ

આ પણ વાંચોઃ Kedarnath/ કેદારનાથ મંદિરમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, કપડાને લઈને બનાવવામાં આવ્યા નિયમો,જાણો