Tawang clash/ તવાંગમાં ચોકી કબ્જે કરવાના લાંબા ગાળાના આયોજન પર ભારતે પાણી ફેરવ્યું

અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા સરહદ પરની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યો છે. આ અંગે બહાર આવેલું તથ્ય એ છે કે ભારતીય લશ્કરે ફક્ત ચીનના સૈનિકોને મારીને ભગાવ્યા છે તેટલું જ નથી પણ તેમનો ઘણો સામાન પણ કબ્જે કર્યો છે.

Top Stories India
Tawang clash 1 તવાંગમાં ચોકી કબ્જે કરવાના લાંબા ગાળાના આયોજન પર ભારતે પાણી ફેરવ્યું
  • નાના પગલા ભરી આગળ વધવાની ચીનની વ્યૂહરચના
  • ચીની સૈનિકોની સ્લીપિંગ બેગ પુરવાર કરે છે કે ચીનનું લાંબા ગાળાનું આયોજન હતુ
  •  ભારતીય સૈનિકોએ માર મારતા ચીનના સૈનિકો બધો સામાન પડતો મૂકી ભાગ્યા

અરુણાચલ પ્રદેશમાં તવાંગ ખાતે ચીનના લશ્કર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા સરહદ પરની સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને ભારતીય લશ્કરે નિષ્ફળ બનાવ્યો છે. આ અંગે બહાર આવેલું તથ્ય એ છે કે ભારતીય લશ્કરે ફક્ત ચીનના સૈનિકોને મારીને ભગાવ્યા છે તેટલું જ નથી પણ તેમનો ઘણો સામાન પણ કબ્જે કર્યો છે.

આ સામાનમાંથી સ્લીપિંગ બેગ અને અન્ય સાધનો મળી આવ્યા છે. આના પરથી તે પુરવાર થાય છે ચીન અહીં લાંબી યોજના સાથે આવ્યું હતું. ચીનના સૈનિકોએ છોડેલી સ્લીપિંગ બેગ આ વાત પુરવાર કરે છે. સ્લીપિંગ બેગની મદદથી સૈનિકો ભારે ઠંડીમાં પણ ખુલ્લા આકાશ નીચે આરામથી રહી શકે છે. 9મી ડિસેમ્બરે તવાંગ સેક્ટર પાસે યાંગત્સે વિસ્તારમાં ચીનના સૈનિકોનો ભારતીય સૈનિકો સાથે સંઘર્ષ થયો હતો. ભારતીય લશ્કરે તેમની યોજનાને નિષ્ફળ બનાવી હતી.

ભારતના ભૂતપૂર્વ લશ્કરી વડા જનરલ નરવણેએ જણાવ્યું હતું કે પીએલએ ગલીના ગુંડાઓની જેમ કામ કરે છે. અમે હંમેશા પીપી15 સુધી પેટ્રોલિંગ કરતા હતા, પરંતુ તેઓ અમને અમારા પરંપરાગત પેટ્રોલિંગ પોઇન્ટ પર જતાં રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ અસ્વીકાર્ય હતુ. અમને આવતા અટકાવવા માટે તેઓએ એક નાનકડી ચોકી ઊભી કરી હતી. અમે તેની સામે જબરજસ્ત વાંધો ઉઠાવ્યા હતા, પરંતુ તેઓ મક્કમ હતા કે તેઓ પાછા નહી જાય, તેથી અમારે વધારે અડગ થવું પડ્યુ. તેઓ આ સમયે વધારાના બળ સાથે પરત ફર્યા અને અમારી પીપી15 બાજુ અથડામણ થઈ.

ભૂતપૂર્વ લશ્કરી પ્રમુખે જણાવ્યું હતું કે ચીન કેટલાય વર્ષોથી એલએસી પર યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તેઓ આ માટે ખૂબ જ નાના પગલા ભરી રહ્યા છે, પરંતુ સમય જતાં તેઓએ ઘણુ હાંસલ કર્યુ છે, તેઓએ આ જ વ્યૂહરચના અપનાવી છે અને ચાલુ રાખી છે. તેમની આ લાંબા ગાળાની વ્યૂહરચના રહી છે. આખુ ચીન પોતે આ રીતે બન્યું છે. હરીફોની નબળાઈઓ પર સતત પ્રહાર કરતા રહો. તેથી અહીં વાત પૂરી થવાની નથી, આપણે સતત ચીનની આવી નાની-નાની યુક્તિઓનો સામનો કરતાં રહેવું પડશે.

આ પણ વાંચોઃ

Air Force/ ચીન સાથેની સંઘર્ષ બાદ આજથી LAC પર ફાઈટર જેટ ગર્જના કરશે

Terrorism/ લાદેનને પોષતા દેશને આતંકવાદ પર બોલવાનો અધિકાર નથીઃ જયશંકર