UP/ BJP માંથી રાજીનામું આપ્યા બાદ યોગી સરકારના પૂર્વ કેબિનેટ મંત્રીનું ધરપકડનું વોરંટ જારી

યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપીને ભાજપ છોડી દીધું છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે.

Top Stories India
રાજીનામું

ઉત્તર પ્રદેશના પૂર્વ કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ MPLA કોર્ટે ધરપકડ વોરંટ જારી કર્યું છે, કોર્ટે તેમને 24 જાન્યુઆરીએ તેની સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો છે. વર્ષ 2014માં દેવી-દેવતાઓ પર વિવાદાસ્પદ ટીપ્પણી કરવાના કેસમાં પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય બુધવારે કોર્ટમાં હાજર થયા ન હતા, ત્યારબાદ એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ MP-MLAએ આરોપી પૂર્વ શ્રમ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાનું આદેશ આપ્યો છે.નોંધનીય છે કે યોગી આદિત્યનાથ સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ રાજીનામું આપીને ભાજપ છોડી દીધું છે. તેઓ સમાજવાદી પાર્ટીમાં જોડાયા છે. તેમના સિવાય કેટલાક અન્ય ધારાસભ્યોએ પણ ભાજપ છોડ્યું હોવાના અહેવાલ છે.

આ પણ વાંચો :કાલીચરણ મહારાજની મુસીબત વધી, પુણે બાદ વર્ધા પોલીસે કરી ધરપકડ

સ્વામી પ્રસાદ મૌર્યએ કહ્યું કે તેમણે યુપીના લોકો માટે રાજીનામું આપ્યું છે. મૌર્યએ કહ્યું કે દલિતો, પછાત વર્ગો, ખેડૂતો, યુવાનો અને વેપારીઓ વિરુદ્ધ સરકારના વલણને ધ્યાનમાં રાખીને મેં યોગી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. હું મારા સમર્થકોની સલાહ લઈશ અને બીજી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લઈશ. આગામી દિવસોમાં ડઝનબંધ ધારાસભ્યો રાજીનામા આપશે.

એનસીપીના વડા શરદ પવારે પણ કહી આ મોટી વાત

દરમિયાન, એનસીપીના વડા શરદ પવારે કહ્યું કે 13 ધારાસભ્યો સમાજવાદી પાર્ટી (એસપી) માં જોડાવા જઈ રહ્યા છે. પવારે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં અમે સમાજવાદી પાર્ટી અને અન્ય નાની પાર્ટીઓ સાથે મળીને ચૂંટણી લડવાના છીએ. ઉત્તર પ્રદેશના લોકો પરિવર્તનની શોધમાં છે. અમે રાજ્યમાં ચોક્કસ પરિવર્તન જોઈશું. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સાંપ્રદાયિક ધ્રુવીકરણ થઈ રહ્યું છે. યુપીના લોકો તેનો જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચો :બજેટમાં આયાત ડ્યુટી વધારી શકે છે કેન્દ્ર સરકાર, સ્માર્ટફોન-વુડન ફર્નિચર સહિતની આ વસ્તુઓ થશે મોંઘી

અગાઉ ભાજપના ઓછામાં ઓછા 3 વધુ ધારાસભ્યો ભાજપ છોડીને સપામાં જોડાયા હતા. ભાજપના વર્તમાન ધારાસભ્યો માધુરી વર્મા, રાધા કૃષ્ણ શર્મા (બદાયુન), દિગ્વિજય નારાયણ ચૌબે (સંત કબીર નગર) છેલ્લા એક મહિનામાં સપામાં જોડાયા છે.

આ પણ વાંચો : પંજાબના પૂર્વ CM કેપ્ટન અમરિંદર સિંહને થયો કોરોના, જાણો ટ્વિટ કરીને શું કહ્યું…

આ પણ વાંચો :1 ફેબ્રુઆરી 2022ના રોજ રજૂ થશે કેન્દ્રીય બજેટ, જાણો સૌથી વધુ વખત કોણે રજૂ કર્યું છે બજેટ

આ પણ વાંચો :સાસરીયા તરફથી ઘરનાં બાંધકામ માટે પૈસાની માંગણી દહેજ કહેવાશેઃ SC