Not Set/ સાસરીયા તરફથી ઘરનાં બાંધકામ માટે પૈસાની માંગણી દહેજ કહેવાશેઃ SC

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા પર મોટી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, ઘરનાં બાંધકામ માટે પૈસાની માંગણી પણ દહેજ છે અને તે અપરાધની શ્રેણીમાં આવે છે.

Top Stories India

સુપ્રીમ કોર્ટે દહેજ પ્રથા પર મોટી ટીપ્પણી કરી છે. કોર્ટે કહ્યું છે કે, ઘરનાં બાંધકામ માટે પૈસાની માંગણી પણ દહેજ છે અને તે અપરાધની શ્રેણીમાં આવે છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે કહ્યું કે, દહેજ શબ્દને વ્યાપક અર્થમાં વર્ણવવો જોઈએ, જેનાથી સ્ત્રીની કોઈપણ માંગણીને સામેલ કરી શકાય, પછી તે મિલકતનાં સંબંધમાં હોય કે કોઈ પણ પ્રકારની કિંમતી વસ્તુ હોય.

આ પણ વાંચો – ટ્વિટર એકાઉન્ટ હેક / સૂચના અને પ્રસારણ મંત્રાલયનું ટ્વિટર એકાઉન્ટ હેક,જાણો વિગત

સુપ્રીમ કોર્ટે મંગળવારે દહેજ મૃત્યુનાં કેસમાં એક વ્યક્તિ અને તેના પિતાની સજાને માન્ય કરી હતી અને કહ્યું હતું કે, ઘરનાં બાંધકામ માટે પૈસાની માંગ દહેજની માંગ સમાન છે, જે ભારતીય દંડ સંહિતાની કલમ 304B હેઠળ ગુનો છે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ એએસ બોપન્ના અને જસ્ટિસ હિમા કોહલીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે દહેજની માંગનાં સામાજિક દુષણનો સામનો કરવા માટે IPC માં કલમ 304-Bની જોગવાઈ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે, આ પહેલા નીચલી કોર્ટે મૃતકનાં પતિ અને સસરાને IPC ની કલમ 304-બી હેઠળ દહેજ હત્યા, આત્મહત્યા માટે ઉશ્કેરવા અને દહેજ ઉત્પીડન માટે દોષિત ઠેરવ્યા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે આરોપી ઘર બનાવવા માટે મૃતક પાસેથી પૈસા માંગતો હતો, જે તેના પરિવારનાં સભ્યો આપી શક્યા ન હોતા. વળી, અન્ય એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, જો કોઈ મહિલા બીજી મહિલાને બચાવતી નથી, તો તે ગંભીર ગુનો બને છે. કોર્ટે સાસુને દોષિત ઠેરવી ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે. આ ખૂબ જ ભયાનક પરિસ્થિતિ છે, જેમાં એક મહિલા તેની પુત્રવધૂ પર એવી રીતે ક્રૂરતા કરે છે કે તે આત્મહત્યા જેવું પગલું ભરે છે.

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

સર્વોચ્ચ અદાલત મધ્યપ્રદેશ સરકાર દ્વારા હાઇકોર્ટનાં નિર્ણય વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહી હતી જેમાં એક મહિલાનાં પતિ અને સસરાને IPCની કલમ 304-B ​​અને 306 હેઠળ તેના સાસરિયાઓમાં આત્મહત્યા કરવા જવાને લઇને સજાનાં નિર્ણને રદ કર્યો હતો.