Gujarat Local Body Election 2026/ ભાજપે ખેલ્યો ગજબનો દાવ! જામનગર જિલ્લા પંચાયતની તમામ 24 બેઠકો પર ઉતાર્યા નવા ચહેરા

Jamnagar જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે કડક નો રિપીટ થિયરી લાગુ કરી. પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના દિગ્ગજોના પત્તા કપાયા. તમામ 24 બેઠકો પર યુવા અને નવા ચહેરાઓને અપાઈ તક.

Gujarat Top Stories Others
Jamnagar Election News

Jamnagar Election News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને (Local Body Elections) લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે, ત્યારે જામનગરમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગીમાં એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા છે. ભાજપે જામનગરમાં કડકાઈથી ‘નો રિપીટ થિયરી’ (No Repeat Theory) લાગુ કરીને સત્તાના સમીકરણો જ બદલી નાખ્યા છે.

Jamnagar : પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ આઉટ

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લા પંચાયતની ટિકિટ વહેંચણીમાં પ્રદેશ હાઈકમાન્ડે કોઈની પણ શેહ-શરમ રાખી નથી. પાર્ટીએ સપાટો બોલાવતા વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ જેવા ટોચના અને દિગ્ગજ નેતાઓના પત્તા કાપી નાખ્યા છે. આ સિનિયર નેતાઓને ટિકિટ ન ફાળવતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

તમામ 24 બેઠકો પર માત્ર નવા જ ચહેરાઓને તક

ભાજપની આ વખતની યાદી સૌથી વધુ આશ્ચર્યજનક એટલા માટે છે કારણ કે, જામનગર જિલ્લા પંચાયતની તમામ 24 બેઠકો પર એક પણ જૂના ઉમેદવારને રિપીટ કરવામાં આવ્યા નથી. પાર્ટીએ 100% નવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. સંગઠનમાં પાયાના સ્તરે કામ કરતા યુવા અને સક્રિય કાર્યકરોને સીધી રીતે આગળ લાવવા માટે ભાજપે આ મોટો પ્રયોગ કર્યો હોવાનું મનાય છે.

જૂના કાર્યકરો અને નેતાઓમાં ભારે નિરાશા

એક તરફ યુવા કાર્યકરોને ટિકિટ મળવાથી છાવણીમાં ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ જિંદગીના મહત્વના વર્ષો પાર્ટીને આપનાર જૂના અને પીઢ કાર્યકરોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. વર્ષોથી ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા સિનિયર નેતાઓની આશાઓ પર ‘નો રિપીટ થિયરી’ એ પાણી ફેરવી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે, ટિકિટ કપાતા નારાજ થયેલા આ જૂના જોગીઓ ચૂંટણીમાં પાર્ટી માટે ખતરો ઉભો કરે છે કે પછી પક્ષની શિસ્તને આધીન રહે છે.


આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર