Gujarat/ ગુજરાતમાં પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી, 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં  2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.  વાદળો દૂર થતાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે.

Top Stories Gujarat
નલિયા ગુજરાતમાં પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી, 2 થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં  2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે.  વાદળો દૂર થતાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ વધશે. સાથે સૌરાષ્ટ્ર- કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. તો કચ્છ,પોરબંદર,રાજકોટમાં પણ ઠંડીની અસર જોવા  મળશે. સુરેન્દ્રનગર સહિત શહેરોમાં અસર થઈ શકે છે

રાજ્યમાં કાતિલ ઠંડીનો અહેસાસ થી રહ્યો છે. 6.7 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર રહ્યું હતું. અમદાવાદમાં લઘુત્તમ 10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે વડોદરામાં 16.5 ડિગ્રી લઘુ.તાપમાન,  સુરતમાં 16.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન, રાજકોટમાં લઘુત્તમ 9 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન, નોંધાયું છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…