Not Set/ લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું ૮૯ વર્ષની વયે થયું નિધન

કલકત્તા, લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું ૮૯ વર્ષની વયે નિધન થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને કલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરાયા હતા, જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જીને ૧૦ ઓગષ્ટના રોજ કલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. માકપાના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જી પોતાના રાજનૈતિક જીવનમાં ૧૦ […]

Top Stories India Trending
Dka8LzVXoAEAWbu લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું ૮૯ વર્ષની વયે થયું નિધન

કલકત્તા,

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું ૮૯ વર્ષની વયે નિધન થઇ ગયું છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા અને કલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરાયા હતા, જ્યાં તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.

સોમનાથ ચેટર્જીને ૧૦ ઓગષ્ટના રોજ કલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. માકપાના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જી પોતાના રાજનૈતિક જીવનમાં ૧૦ વાર સાસંદ રહી ચુક્યા છે, તેમજ તેઓ UPA-૧ની મનમોહનસિંહ સરકાર દરમિયાન ૨૦૦૪થી લઇ ૨૦૦૯ સુધી લોકસભાના સ્પીકર રહ્યા હતા.

એક દિવસ પહેલા જ હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે, “કિડની સંબંધિત સમસ્યાથી પીડાઈ રહેલા ચેટર્જીને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેઓનું ડાયલિસિસ ચાલી રહ્યું છે. આ મામલાઓમાં કેટલીકવાર હાર્ટ કામ કરવાનું બંધ કરી દે છે”.

બીજી બાજુ લોકસભાના પૂર્વ સ્પીકરનાં નિધન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ ટ્વીટ કરતા જણાવ્યું, “તેઓને અમારા સંસદીય લોકતંત્રને વધુ મજબૂત બનાવ્યું છે. તેઓ ગરીબ અને વંચિત લોકોનો એક અવાજ હતા. મારી સંવેદનાઓ તેઓના પરિવાર અને સમર્થકો સાથે છે”.

રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરતા કહ્યું, “તમામ સાંસદ પાર્ટી લાઈનથી હટીને તેઓની પ્રશંસા કરતા હતા. મારી સંવેદનાઓ તેઓના પરિવાર સાથે છે”.

આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું, “તેઓના નિધનના સમાચાર સાંભળીને ખુબ દુઃખી છું. તેઓને લોકસભાના સૌથી મહાન સ્પીકરની શ્રેણીમાં હંમેશા યાદ રાખવામાં આવશે.

૧૯૬૮માં શરુ થયું રાજનૈતિક કેરિયર

લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જી પ્રખ્યાત વકીલ નિર્મલ ચંદ્ર ચેટર્જીના પુત્ર છે. નિર્મલ ચંદ્ર અખિલ ભારતીય હિંદુ મહાસભાના અધ્યક્ષ પણ હતા.

સોમનાથ ચેટર્જીએ પોતાના રાજનૈતિક કેરિયરની શરૂઆત ૧૯૬૮માં CPM સાથે કરી અને તેઓ ૨૦૦૮ સુધી આ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા હતા. વર્ષ ૧૯૭૧માં તેઓ પહેલીવાર લોકસભાના સાંસદ બન્યા હતા અને ત્યારબાદ તેઓ ૧૦ વાર લોકસભાના સભ્ય રહ્યા હતા. આ ઉપરાંત તેઓ ૨૦૦૪થી ૨૦૦૯ સુધી લોકસભાના સ્પીકર પણ રહ્યા હતા.