Not Set/ દિલ્હી : યમુનાના જળસ્તરમાં ઝડપથી થયો વધરો, CM કેજરીવાલે બોલાવી તાત્કાલિક બેઠક

હરિયાણામાં આવેલ હાથીનીકુંડ બેરેજ (તાજેવાલા)થી રવિવારે સાંજે 6 વાગે 8,28,૦72 ક્યુસેક પાણી યમુના નદીમાં છોડવામાં આવતા દિલ્હી અને નોઈડામાં પૂર સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે. હાથીનીકુંડના ઇતિહાસમાં આટલું પાણી એક સમયે ક્યારેય છોડવામાં આવ્યું નથી. જૂની દિલ્હી રેલ્વે બ્રિજ પર સવારે 7 વાગ્યે પાણીની સપાટી 204.42 મીટર હતી. 8 વાગ્યે પાણીનું સ્તર 204.56 મીટર છે. […]

Top Stories India
aaay 3 દિલ્હી : યમુનાના જળસ્તરમાં ઝડપથી થયો વધરો, CM કેજરીવાલે બોલાવી તાત્કાલિક બેઠક

હરિયાણામાં આવેલ હાથીનીકુંડ બેરેજ (તાજેવાલા)થી રવિવારે સાંજે 6 વાગે 8,28,૦72 ક્યુસેક પાણી યમુના નદીમાં છોડવામાં આવતા દિલ્હી અને નોઈડામાં પૂર સર્જાય તેવી સ્થિતિ સર્જાય છે. હાથીનીકુંડના ઇતિહાસમાં આટલું પાણી એક સમયે ક્યારેય છોડવામાં આવ્યું નથી.

જૂની દિલ્હી રેલ્વે બ્રિજ પર સવારે 7 વાગ્યે પાણીની સપાટી 204.42 મીટર હતી. 8 વાગ્યે પાણીનું સ્તર 204.56 મીટર છે. જૂની દિલ્હી રેલ્વે બ્રિજ પર સંકટનું ચિહ્ન 205.33 મીટર છે. વહીવટનો અંદાજ છે કે આજે યમુનાની જળ સપાટી 207 મીટર સુધી પહોંચી શકે છે.

નોઈડામાં પૂરનું જોખમ પણ વધ્યું છે

ગૌતમબુધ્ધ નગર જિલ્લાના અધિકારી બી.એન.સિંહે યમુનાના કિનારાના નજીક રહેનાર તમામ ચીજવસ્તુઓ, સલામત સ્થળો પર લઈ જવા અપીલ કરી છે. ગૌતમબુધ્ધ નગર જિલ્લા પ્રશાસનના પ્રવકતા રાકેશ ચૌહાણે જણાવ્યુ કે પાણીની મંગળવારની રાત નવી દિલ્હીમાં ઓખલા બેરાજ પર પહોંચવાની  શક્યતા છે.

તેમણે જણાવ્યું હતું કે જિલ્લા અધિકારીએ પૂર અને સિંચાઇ વિભાગને અન્ય સંબંધિત સરકારી એજન્સીઓ સહિતને પણ જાગૃત રહેવાની, પાણીની સ્થિતિ પર નજર રાખવા અને જો જરૂરી હોય તો રક્ષણાત્મક પગલા ભરવાની સૂચના આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.