Birthday/ રાહુલ ગાંધીની અપીલ – ‘યુવાઓ ચિંતિત છે, મારો જન્મદિવસ ન ઉજવો’

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની અપીલમાં કહ્યું કે હું કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને દેશભરના મારા શુભચિંતકોને અપીલ કરું છું કે મારા જન્મદિવસ પર કોઈપણ પ્રકારની ઉજવણી ન કરો.

Top Stories India
પૂર્વ અધ્યક્ષ રાહુલ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને રવિવારે તેમનો જન્મદિવસ ન ઉજવવાની અપીલ કરી છે.પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને આપેલા સંદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે દેશના યુવાનો પરેશાન છે અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે, કોંગ્રેસના કાર્યકરોએ ઉભા રહેવું જોઈએ.કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી રવિવારે 52 વર્ષના (Rahul Gandhi turned 52)  થયા છે.

ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના જનરલ સેક્રેટરી (કોમ્યુનિકેશન્સ) જયરામ રમેશે ટ્વીટર પર પોસ્ટ કરેલા સંદેશમાં રાહુલ ગાંધીએ કહ્યું કે આ સમયે દેશમાં વાતાવરણ અત્યંત ચિંતાજનક છે.

રાહુલ ગાંધીએ સશસ્ત્ર દળોમાં ભરતી માટે ‘અગ્નિપથ’ યોજના વિરુદ્ધ દેશના ઘણા ભાગોમાં થઈ રહેલા વિરોધનો ઉલ્લેખ કરતા કહ્યું, “દેશના યુવાનો પરેશાન છે. આ સમયે આપણે તેમની અને તેમના પરિવાર સાથે ઊભા રહેવું જોઈએ.

તેમણે કહ્યું, “હું દેશભરના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને અપીલ કરું છું કે મારો જન્મદિવસ કોઈપણ રીતે ઉજવવો નહીં.”

કેન્દ્ર સરકારની અગ્નિપથ ભરતી યોજનાનો વિરોધ કરી રહેલા યુવાનોના સમર્થનમાં કોંગ્રેસ પાર્ટી આજે જંતર-મંતર ખાતે સત્યાગ્રહ કરશે. આ સત્યાગ્રહમાં કોંગ્રેસના તમામ સાંસદો, CWCના સભ્યો અને AICCના પદાધિકારીઓ ભાગ લેશે. સશસ્ત્ર દળોમાં નવી ભરતી યોજનાના વિરોધમાં દેશના વિવિધ ભાગોમાં વિરોધ શરૂ થયો છે. કેટલાક સ્થળોએ વિરોધ હિંસક પણ બન્યો છે.

કોંગ્રેસનો આજે જંતર-મંતર ખાતે સત્યાગ્રહ

જંતર-મંતર ખાતે સત્યાગ્રહ સવારે 10 વાગ્યાથી શરૂ થશે. કોંગ્રેસ પાર્ટીના એક નેતાએ કહ્યું કે આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે ‘અગ્નિપથ’ યોજનાએ આપણા દેશના યુવાનોને નારાજ કર્યા છે અને તેઓ રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે. તેમની સાથે ઊભા રહેવાની જવાબદારી આપણી છે.

સોનિયા ગાંધીએ યુવકને કહ્યું- ‘છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાનું દર્દ હું સમજી શકું છું’

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના યુવાનોને સંદેશમાં કહ્યું, ‘તમે ભારતીય સેનામાં જોડાઈને દેશની સેવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરવાની ઈચ્છા ધરાવો છો. સેનામાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં છેલ્લા ત્રણ વર્ષથી ભરતી ન થવાની પીડા હું સમજી શકું છું. એરફોર્સમાં ભરતીની પરીક્ષા આપીને પરિણામ અને નિમણૂકની રાહ જોઈ રહેલા યુવાનો સાથે પણ મને સંપૂર્ણ સહાનુભૂતિ છે.તેમણે કહ્યું, ‘મને એ વાતનું દુઃખ છે કે સરકારે તમારા અવાજની અવગણના કરીને નવી સૈન્ય ભરતી યોજના જાહેર કરી છે, જે સંપૂર્ણપણે દિશાહીન છે. ઘણા ભૂતપૂર્વ સૈનિકો અને સંરક્ષણ નિષ્ણાતોએ પણ આ યોજના પર પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, ‘હું તમને પણ વિનંતી કરું છું કે તમારી વાજબી માંગણીઓ માટે શાંતિપૂર્ણ અને અહિંસક રીતે આંદોલન કરો. કોંગ્રેસ તમારી સાથે છે.

આ પણ વાંચો:મુંબઈમાં 16 માળની ઈમારતમાં ભીષણ આગ, બે એપાર્ટમેન્ટમાં ફસાયેલા 14 લોકોને બચાવાયા

આ પણ વાંચો: PM મોદીના મુસ્લિમ મિત્ર અબ્બાસ હાલ ક્યાં છે,જાણો તેમના વિશેની વિગતો

આ પણ વાંચો: 5G માટે વધુ રાહ જોવી પડશે નહીં,આ મહિનાથી ફાસ્ટ ઇન્ટરનેટની સેવા શરૂ થઇ શકશે!