fast internet/ 5G માટે વધુ રાહ જોવી પડશે નહીં,આ મહિનાથી ફાસ્ટ ઇન્ટરનેટની સેવા શરૂ થઇ શકશે!

ડિજિટલ નેટવર્ક્સમાં વિશ્વ માટે વિશ્વસનીય સ્ત્રોત તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા તૈયાર છે.

Top Stories India

 ભારતને ટૂંક સમયમાં ઇન્ટરનેટ 5G સેવા માટે સારા સમાચાર મળી શકે છે.  આ વર્ષે દેશને ઝડપી ઇન્ટરનેટની ભેટ મળી શકે છે. રેલવે અને ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે વર્ષના અંત સુધીમાં 20-25 શહેરો અને નગરોમાં 5G સેવાઓ ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી 5G સેવાઓ શરૂ થશે.

મંત્રી વૈષ્ણવે એવા પણ સંકેત આપ્યો કે નવી સેવાઓ શરૂ થવાથી ભારતમાં ડેટાના ભાવ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ઓછા હશે. ભારતમાં વર્તમાન ડેટા કિંમતો વૈશ્વિક સરેરાશ કરતા ઘણી ઓછી છે. વૈષ્ણવે કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી 5G સેવાઓ શરૂ થશે. મંત્રીએ કહ્યું કે ભારત 4G અને 5G સ્ટેક્સ વિકસાવી રહ્યું છે અને ડિજિટલ નેટવર્ક્સમાં વિશ્વ માટે વિશ્વસનીય સ્ત્રોત તરીકે તેની સ્થિતિ મજબૂત કરવા તૈયાર છે.

તેમણે એક કાર્યક્રમમાં કહ્યું કે ઘણા દેશો ભારત દ્વારા વિકસાવવામાં આવી રહેલી 4G અને 5G પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજીને પ્રાથમિકતા આપવા માંગે છે. રેલવે મંત્રીએ માહિતી આપી હતી કે મંત્રાલય અનિચ્છનીય કોલના મુદ્દાને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ નિયમન પર કામ કરી રહ્યું છે. આ હેઠળ  કોઈપણ કોલરનું KYC-ઓળખાયેલ નામ જાણી શકાય છે.

જ્યારે 5G સેવાઓની કિંમત વિશે પૂછવામાં આવ્યું ત્યારે, વૈષ્ણવે કહ્યું કે આજે પણ ભારતમાં ડેટા દર US$2ની આસપાસ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ US$25 છે. તેમણે કહ્યું કે વિશ્વ કરતાં આ સેવા સસ્તી હશે.