હાલ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાંથી ડુપ્લીકેટ દવાખાનું ઝડપાવવાની ઘટના સામે આવી છે માહિતી અનુસાર 12 જુલાઈએ કેરાલા GIDCમાંથી આ ડુપ્લીકેટ દવાખાનું ઝડપાયુ હતુ. જેમાં ડોક્ટર પાસે માત્ર હોમિયોપેથિક ડિગ્રી હોવાનું સામે આવ્યું હતું.છતાં હોસ્પિટલમાં સર્જરીની કામગીરી કરવા કરતો હતો. આ વાતને લઈને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની કરી ધરપકડ
આપને જણાવી દઈએ અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમની તપાસ બાદ સમગ્ર મામલો ભાર આવ્યો હતો. અને પછી અમદાવાદ ગ્રામ્ય પોલીસે કાર્યવાહી કરી હતી ત્યાર બાદ ડોક્ટર ધર્મેન્દ્ર આહીરની ધરપકડ કરવામાં છે. તપાસમાં કબજે કરાયેલા દસ્તાવેજોના આધારે આ હોસ્પિટલની અંદર દર્દીઓને ઈન્ડોર તેમજ આઉટડોર સારવાર અપાતી હોવાનું પણ સામે આવ્યું છે, તેમજ હોસ્પિટલમાંથી કેટલોક સર્જીકલનો સામાન પણ જોવા મળ્યો છે.
જાણકારી અનુસાર હોસ્પિટલને સીલ કર્યા બાદ તેની અંદર રહેલા CCTV ફૂટેજ પોલીસના હાથે ન લાગે તે માટે તેનું ડીવીઆર પણ ચોરી થઇ ગયુ છે આ સાથેજ પુરાવાનો નાશ કરવા બદલ પણ હોસ્પિટલના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ગુનાની ગંભીરતા જોતા વધુ ચાર કલમો ઉમેરવામા આવી છે, જેમા કલમ 241, 319-2, 61-2, 318-4 લગાવવામાં આવી છે.
જી હા…આરોપી ધર્મેન્દ્ર આહીર મૂળ ભાવનગરનો વતની છે,હાલ કેરાલા GIDCમાં ઝડપાયેલી હોસ્પિટલ બાબતે ગુનો નોંધવામાં આવ્યો છે.તેમજ ગ્રામ્ય પોલીસે આરોપીના રિમાન્ડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:મેડિકલ કોલેજોની ફીમાં ઘટાડો, CM ભૂપેન્દ્રપટેલની અધ્યક્ષતામાં લેવાયો નિર્ણય, ઋષિકેશ પટેલે આપી માહિતી
આ પણ વાંચો:ગણેશ જાડેજાનો જેલવાસ લંબાવાની શક્યતાઓ,હાઈ કોર્ટ દ્વારા અપાઈ આ મુદત
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં

