જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં છે. દલિતના માર મારવાના મામલે ગોંડલના લોકો રોષે ભરાયા હતા. જેના બાદ પોલીસે કાર્યવાહી કરતા ગણેશ જાડેજાની પુછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી ત્યારે હાલ ફરી એક વાર ગણેશ જાડેજા ની મુશ્કેલી માં વધારો જી હા. આપને જણાવી દઈએ ગણેશ જાડેજા ગોંડલનાં ભાજપનાં ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર છે.જેમને ગોંડલ ગણેશ જાડેજા કેશ માં ગુજરાત હાઈ કોર્ટ દ્વારા 7/8/24 ની મુદત આપવામાં આવી છે. ત્યારે ગણેશ જાડેજા અને તેના સાગરીતો ને હજુ જેલ વાસ લંબાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આપને જણાવી દઈએ ગણેશ જાડેજા પર દલિત યુવાનને માર મારવાના કેસમાં એક નવો ઘટસ્ફોટ થયો છે. આ કેસમાં સામે આવ્યું છે કે 2 ખોટા આરોપી રજૂ કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે ફરિયાદી સંજય સોલંકીએ SPને અરજી કરી. જેના બાદ તપાસ પ્રક્રિયામાં ઓળખ પરેડમાં ડમી આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. ફરિયાદીએ અરજીમાં ફોટો સાથે નામ દર્શાવી ઓળખી બતાવ્યા હતા. અને ખોટા આરોપીની માહિતી તેમને સોશીયલ મીડિયામાંથી મેળવી હોવાનું જણાવ્યું હતું.
આપને જણાવી દઈએ કે 31મી મેના દિવસે જૂનાગઢમાં સંજય સોલંકી નામના દલિત યુવાન પર ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને અન્ય લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. દલિત પર હુમલાને લઈને ગણેશ જાડેજા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ રસ ના દાખવતા લોકો રોષે ભરાયા હતા અને દલિત સમાજે જુનાગઢથી ગોંડલ રેલી કાઢી હતી. પીડીત યુવાન સંજય સોલંકીએ મુખ્ય આરોપી તરીકે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિત 10 અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ણેશ જાડેજા અને તેના સાગરીતો ને હજુ જેલ વાસ લંબાવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પણ વાંચો:ચાંદીપુરા વાઇરસથી 8ના મોતઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો સ્વીકાર
આ પણ વાંચો:અમદાવાદમાં સોની વેપારીને ધોળે દહાડે ગોળી મારી લૂંટી લેવાયો
આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં
