Sabarkantha News/ ચાંદીપુરા વાઇરસથી 8ના મોતઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો સ્વીકાર

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આમ ચાંદીપુરા વાઇરસ તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. અરવલ્લીના ઢેકવાનીમાં ત્રણ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

Gujarat Top Stories Others
Beginners guide to 3 3 ચાંદીપુરા વાઇરસથી 8ના મોતઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કર્યો સ્વીકાર

Sabarkantha News: રાજ્યમાં ચાંદીપુરા વાઇરસથી અત્યાર સુધીમાં આઠના મોત થયા છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તેનો સ્વીકાર કર્યો છે. ગુજરાતમાં કુલ 14 કેસ નોંધાયા છે. સાબરકાઠામાં ચાર કેસ પૈકી બેના મોત થયા છે. અરવલ્લીમાં ત્રણના મોત થયા છે. ખેડા,રાજકોટ અને મહેસાણામાં એકએકનું મોત થયું છે.

સાબરકાંઠામાં ચાંદીપુરા વાઇરસથી વધુ એક બાળકનું મોત થયું છે. આમ ચાંદીપુરા વાઇરસ તેનો વિકરાળ પંજો ફેલાવી રહ્યો છે. અરવલ્લીના ઢેકવાનીમાં ત્રણ વર્ષના બાળકનું ચાંદીપુરા વાઇરસના લીધે મોત થયું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.

બાળક બે દિવસથી હિંમતનગરમાં સારવાર હેઠળ હતો. આમ ચાંદીપુરાથી મૃત્યુ પામેલાનો આંક છ પર પહોંચ્યો છે.  છેલ્લા ઘણા સમયથી સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સાબરકાંઠા જીલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે વડાલીનાં નવા ચામુંમાં શ્રમિક પરિવારની બાળકીમાં ચાંદીપુરા વાયરસનાં લક્ષણો જોવા મળતા પરિવારજનો ચિંતાતુર બની જવા પામ્યા હતા.

હાલ બાળકીને હિંમતનગર હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસથી 5 બાળકોનાં મોત નીપજ્યા છે. જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 4 બાળકો સારવાર હેઠળ વધુ એક કેસ પ્રકાશમાં આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું.

ચાંદીપુરા વાયરસનાં લક્ષણો બાબતે ડોક્ટરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 સંક્રમિત બાળકો દાખલ છે. જેમાંથી ખેડબ્રહ્માનાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જીલ્લાનાં ભિલોરાનાં બે બાળકોનાં મોત થયા છે. તેમજ અત્યા સુધી કુલ પાંચ બાળકોનાં સેમ્પલ લઈ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસને પગલે ગુજરાતમાં યુદ્ધનાં ધોરણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

ચાંદીપુરા વાયરસનાં કેસોમાં દર્દીઓને તાવ આવે, ઉલ્ટી થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તેમજ મગજનો તાવ જેવા લક્ષણો દેખાય છે. પ્રાથમિક તબક્કે આ રોગની ઓળખ કરવી મુશ્કેલ છે. ત્યારે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે. તેમજ આ વાયરસથી સંક્રમિત થયેલ વ્યક્તિને તાત્કાલીક સારવાર મળવી જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં વૈભવી ગણાતો પશ્ચિમ વિસ્તાર સામાન્ય વરસાદથી પાણીમાં ગરકાવ

આ પણ વાંચો: આગામી 48 કલાક ગુજરાત માટે ભારે! હવામાન વિભાગનું પૂર્વાનુમાન

આ પણ વાંચો: ચાંદીપુરા વાઇરસ: આરોગ્ય મંત્રી બોલ્યા ગભરાશો નહીં