Australia News: ઓસ્ટ્રેલિયાના એક વૈજ્ઞાનિકની વિચિત્ર સજા મળી. આ વૈજ્ઞાનિકને કોર્ટે 249 વર્ષની જેલની સજા ફટકારી. વૈજ્ઞાનિકનું નામ એડમ હોવાનું સામે આવ્યું. જે એક ઝુઓલોજિસ્ટ નિષ્ણાત છે. જો કે એડમે પોતાના કામનો દુરુપયોગ કરી પ્રાણીઓ પર અત્યાચાર કર્યો હતો. 52 વર્ષીય ઝુઓલોજિસ્ટ એડમે 40 જેટલા કૂતરાઓ પર રેપ કર્યો હતો. અને રેપ કર્યા બાદ એડમ તેમની હત્યા કરતો હતો. અબોલ પ્રાણીઓ પર આવી ક્રૂરતા કરવાને લઈને કોર્ટે એડમને 249 વર્ષના જેલવાસનો દંડ આપ્યો.
મીડિયા અહેવાલ મુજબ ઝુઓલોજિસ્ટ એડમ એક બ્રિટિશ નાગરીક છે. તેને કૂતરાઓ રાખવાનો શોખ છે. તેણે 42 શ્વાન ખરીદ્યા હોવાનું એક વેબસાઈટ પરની માહિતી પરથી જાણવા મળ્યું. આ શ્વાનને પોતાના ઘરમાં રાખી ટોર્ચર કરતો હતો. તેણે કૂતરાઓ માટે એક ખાસ ટોર્ચર રૂમ પણ બનાવ્યો હતો. એડમે 2020થી 2022 દરમ્યાન 39 કૂતરાઓ પર બળાત્કાર કર્યો હતો. અને આ બળાત્કારનો વીડિયો પણ તે સોશિયલ મીડિયામાં શેર કરતો હતો. જો કે તેણે પોતાની ઓળખ છૂપાવવા સોશિયલ મીડિયામાં મોન્સ્ટર નામથી પ્રોફાઈલ બનાવી કૂતરા પર કરેલ બળાત્કારના વીડિયો શેર કર્યા હતા. 2022માં એક વ્યક્તિને શંકા જતા તેણે એડમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
પોલીસ આ મામલાની વધુ તપાસ કરતાં એડમના ઘર ડાર્વિનમાં દરોડા પાડ્યા. આ સ્થાન પર પોલીસને પ્રાણીઓ પર શોષણ કરાયા હોવાના અનેક પુરાવા મળ્યા. આ પુરાવાના આધાર પર પોલીસે 2022માં એડમની ધરપકડ કરી. અને બાદમાં કોર્ટમાં તેના પર કેસ ચાલ્યો. એડમના વકીલે તેનો બચાવ કરતાં માનસિક સ્થિતિ સારી ના હોવાની રજૂઆત કરી. વકીલે કહ્યું કે એડમ પેરાફિલિયાથી પીડિત છે. અને તે પોતાના ગુના બદલ પસ્તાવો કરી રહ્યો છે. આથી કોર્ટ તેને સજા આપવા દરમ્યાન આ બાબત ધ્યાન રાખે તેવી પણ અપીલ કરી હતી. આમ છતાં 40 જેટલા કૂતરાઓ પર બળાત્કાર અને તેમને ટોર્ચર કરવા બદલ કોર્ટે એડમને આકરી સજા ફટકારી. કોર્ટે કહ્યું કે તેણે અબોલ જીવ એવા પ્રાણીઓ એક નહી પરંતુ 40 જેટલા કૂતરાઓનો બળાત્કાર કરી હત્યા કરી છે. એડમનો અપરાધ અક્ષમ્ય છે અને તેને પણ જેલવાસ દરમ્યાન એક ટોર્ચર રૂમમાં રાખવામાં આવે.
આ પણ વાંચો: વિદેશ મંત્રી એસ જયશંકર બે દિવસની મુલાકાતે મોરેશિયસ પહોંચ્યા, જાણો કોણે કર્યું તેમનું સ્વાગત
આ પણ વાંચો: ઘાતકી હુમલામાં ભગવાન જગન્નાથે ટ્રમ્પનો જીવ બચાવ્યો’ ISKONને કેમ આપ્યું આવું નિવેદન, જાણો હકીકત
