Washingtion News: અમેરિકામાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પર ગઈકાલે 14 જુલાઈના રોજ હુમલો થયો. હુમલા દરમ્યાન સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે તત્કાલ પગલાં લેતા આરોપીને ઘટનાસ્થળે જ ઠાર કર્યો. જો કે આ હુમલામાં ટ્રમ્પનો આબાદ બચાવ થયો. ટ્રમ્પ પર હુમલો થયા બાદ અમેરિકાના રાજકારણમાં હંગામો જોવા મળ્યો. ટ્રમ્પ પર હુમલો કરનાર શખ્સની ઓળખ થઈ ગઈ છે તેનું નામ થોમસ મેથ્યુ ક્રૂકસ હોવાનું સામે આવ્યું. થોમસ મેથ્યુ ક્રૂકસ 20 વર્ષીય યુવાન છે અને તેણે ટ્રમ્પ પર હુમલો કરતાં પહેલા એક વીડિયો બનાવ્યો હતો જે અમેરીકની સુરક્ષા એજન્સીના હાથમાં આવ્યો છે.
હુમલાખોરે વીડિયોમાં કહી આ વાત
ટ્રમ્પ પર હુમલો કરનાર 20 વર્ષીય થોમસ ક્રૂકસ આ વીડિયોમાં કહે છે કે ‘હું ટ્રમ્પને નફરત કરું છું… હું રિપબ્લિકનને નફરત કરું છું. લોકો એક ખોટા વ્યક્તિને પસંદ કરી રહ્યા છે. ટ્રમ્પ એક ખરાબ વ્યક્તિ છે.’ સુરક્ષા એજન્સીની તપાસમાં આરોપીને લઈને વધુ માહિતી સામે આવી છે. અમેરિકન સુરક્ષા એજન્સી FBIએ હુમલાખોર થોમસના ઘર અને કારની તપાસ કરી. આ તપાસમાં સામે આવ્યું કે તેની કારમાંથી શંકાસ્પદ વિસ્ફોટક ડિવાઈસ મળ્યું. અને એ પણ જાણવા મળ્યું કે થોમસે જે ગનથી ટ્રમ્પ પર ગોળી ચલાવી હતી તે તેના પિતાની હતી. તેના પિતા પાસે આ રાયફલની મંજૂરી છે. જો કે FBI એ જાણવા પ્રયાસ કરી રહી છે કે તેના પિતાની ગન થોમસ પાસે કેવી રીતે આવી.
સામે આવી આરોપીની હકીકત
સુરક્ષા એજન્સી થોમસને લઈને વધુ જાણકારી મેળવી રહી છે. દરમ્યાન તેના શાળાના જીવન વિશે તેના એક કલાસમેટ પાસેથી માહિતી મળી કે તે એક શાંત વિદ્યાર્થી હતો. તે કોઈની સાથે પણ મારપીટ કરતો નહોતો. પરંતુ શાળાકીય જીવન દરમ્યાન તે એનેક વખત રેગિંગનો ભોગ બન્યો છે. તેના પહેરવેશને લઈને હંમેશા અન્ય વિદ્યાર્થીઓ તેની મજાક ઉડાવતા હતા. કલાસમેટે એમ પણ કહ્યું કે થોમસ મોટાભાગે એકલો જ જોવા મળતો હતો. તેને ચેસની સાથે કોડિંગનો પણ શોખ હતો અને વીડિયો ગેમ રમતો રહેતો. જ્યારે ટ્રમ્પને લઈને કલાસમેટને પૂછયું તો તેણે કહ્યું કે થોમસે કયારેય ટ્રમ્પ, બાઈડેન કે પોલિટિક્સ વિશે કયારેય પણ ચર્ચા કરી નથી.
FBI કરશે વધુ તપાસ
થોમસ કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતો ના હોવા છતાં તેણે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ પર હુમલો કર્યો. આ બાબતને લઈને અમેરિકાની સુરક્ષા એજન્સી વધુ ચિંતિત છે. સુરક્ષા એજન્સીએ થોમસે ટ્રમ્પ પર કરેલ હુમલાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. અને શૂટરે એકલાહાથે ઘટનાને અંજામ આપતા તેને વિચારધારા અને ઇરાદાઓ તેમજ તેની પાછળ કોઈ સંગઠન કે જૂથનો હાથ છે કે કેમ તેને લઈને FBI દ્વારા હજુ વધુ તપાસ ચાલી રહી છે. થોમસના સોશિયલ મીડિયા એકાઉન્ટની હિસ્ટ્રી તેમજ તેના સંબંધિત વધુ બાબતો અંગે તપાસ થશે.
આ પણ વાંચો:અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલા બાદ પીએમ મોદીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
આ પણ વાંચો:સસ્તા અને સુલભ ન્યાય માટે વર્ષો રાહ જોવી પડશે! 16 વર્ષ પછી માત્ર 309 ગ્રામીણ અદાલત કાર્યરત
આ પણ વાંચો:PM મોદીએ મુંબઈમાં કહ્યું, ‘મહારાષ્ટ્રનું સમૃદ્ધ ભવિષ્યનું સ્વપ્ન છે, દેશના લોકો ઝડપી વિકાસ ઈચ્છે છે