Not Set/ PM મોદી ભાવ વિભોર “આ વખતે જનતા લડી રહી છે ચૂંટણી”

આજે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી નામાંકન પ્રક્રિયા કરી ઉમેદવારી નોંધાવશે.ત્યારે વહેલી સવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યુ હતું.ટ્વિટ કરી બાબા ભોલેનાથને યાદ કર્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી કાશીમાં બદલાવ લાવનારા કોણ છે? જયાં સ્વયં બાબા વિશ્વરાજ બિરાજે છે.ત્યાં તેમની મરજી વિના કશું પણ થઇ શકે છે?.મહત્વનું છે કે મોક્ષનગરી વારાણસીમાં લોકસભાની ચૂંટણી યોજાવાની […]

Top Stories Trending

આજે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી નામાંકન પ્રક્રિયા કરી ઉમેદવારી નોંધાવશે.ત્યારે વહેલી સવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યુ હતું.ટ્વિટ કરી બાબા ભોલેનાથને યાદ કર્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી કાશીમાં બદલાવ લાવનારા કોણ છે? જયાં સ્વયં બાબા વિશ્વરાજ બિરાજે છે.ત્યાં તેમની મરજી વિના કશું પણ થઇ શકે છે?.મહત્વનું છે કે મોક્ષનગરી વારાણસીમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.જેને લઇને ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી આજે દિગ્ગજોની હાજરીમાં નામાંકન પ્રક્રિયા કરશે.

નીતીશ કુમાર અગાઉ લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના પીએમ પદની ઉમેદવારીથી નારાજ થઈને એનડીએથી અલગ થઈ ગયા હતા. નીતીશ કુમાર પીએમ મોદી વિરુદ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો, પરંતુ નિતીશ કુમારની પાર્ટી જેડીયુ એક વખત ફરીથી એનડીએમાં જોડાઈ ગઈ છે. નીતીશ પહેલા મોદીની કોઈપણ ચૂંટણીના સમયે નામાંકનમાં સામેલ થયા નહોતા.

આ વખતે દરેક પોલિંગ બૂથ જીતવાનું છે.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે અહીં કાર્યકર્તાઓને કહ્યું કે કાશી જીવવાનું કામ કાલે જ પૂરું થઈ ગયું છે, હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લેશે, પરંતુ મારા બૂથના કાર્યકરને હારવું જોઈએ નહિ. અમારું લક્ષ્ય પોલિંગ બૂથ જીતવાનું હોવું જોઈએ. તેમણે કહ્યું કે આ વખતે આપણે મતદાન કર્યું છે, બધા રેકોર્ડ તોડવાના છે,

આ વખતે જનતા લડી રહી છે ચૂંટણી: પીએમ મોદી

પીએમ મોદી જણવ્યું કે હું છેલ્લા દોઢ મહિનાથી દેશમાં પ્રવાસ કરી રહ્યો છું હું, અમિત શાહ, યોગી તમામ કાર્યકર્તા નિમિત્ત છે. આ વખતે ચૂંટણી દેશની જનતા જ લડી રહી છે. પહેલી વાર જોયું કે સરકાર ચાલે પણ છે. પીએમ મોદીએ કહ્યું કે મેં પણ એવું નથી કહ્યું કે હું પીએમ, પાર્ટીને સમય આપી શકીશ નહીં. તેઓનું કહ્યુતું છે કે 5 વર્ષમાં કાર્તકર્તા તરીકે પાર્ટીએ જેટલો સમય માંગો તો હું ના પાડી ના શક્યો. કાર્યસમિતિની બેઠકમાં પણ હું કાર્યકર્તા તરીકે સંપુટન સમય બેઠો. તેમણે કહ્યું કે હું પીએમ સાંસદ અને કાર્યકરોના નેતાઓ પાંચ વર્ષ સજગ રહ્યા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણે એક ગ્વાલે જેવી છે, જે ભારત માતાની સેવા કરે છે. પીએમ બોલ્યા કે આ ચૂંટણી ફક્ત મોદી નથી, પણ ગ્વાલે કરી રહ્યા છે.

દીવાલો પર મેં પણ લગાયા પોસ્ટર: પીએમ મોદી

ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે જે દ્રશ્ય મેં જોયું હતું તેમાં તમારા પરસેવાની ખુશ્બુ આવી રહી હતી. હું પણ બૂથનો કાર્તકર્તા રહ્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર લગાવાનું સૌભાગ્ય મળ્યું છે.

NDA ઘણા નેતાઓ રહેશે હાજર

પીએમ મોદીના નામાંકનમાં નીતીશ કુમાર ઉપરાંત, શિવેસેનાના ઉદ્દવ ઠાકરે અને પંજાબના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને શિરોમણિ અકાલી દળના નેતા પ્રકાશ સિંહ બાદલ પણ સામેલ થઇ રહ્યા છે. લોજપા પ્રમુખ અને કેન્દ્રિય મંત્રી નેતા રામવિલાસ પાસવાન, એઆઈએડીએમકે, આપણા દળ અને ઉત્તર-પૂર્વના સંગઠનો એનડીએના સહયોગી દળોના અનેક નેતાઓ પણ હાજર રહેશે.

એનડીએ નેતાઓ સિવાય બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બીજેપીના ઘણા મોટા નેતાઓ પણ પીએમ મોદીના નામાંકનમાં સામેલ થવાના છે. પીએમ મોદીનું વારાણસી પ્રવાસનો આહજે અંતિમ દિવસ છે. ગુરુવારે પીએમ મોદીએ રોડ શો દ્વારા તેની સંપૂર્ણ તાકાત બતાવ્યા પછી ગુરુવારે સાંજે ગંગા આરતીમાં સામેલ થઈને પોતાની ભક્તિ બતાવી.

ગુરુવાર, જે સૌથી મોટું વસ્તુ સ્પષ્ટ થઇ, તે નરેન્દ્ર મોદીથી બનારસની જનતા મંત્રમુગ્ધ છે. વારાણસીમાં છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીનો ત્રીજોરોડ શો હતો. મોદીએ વારાણસીમાં પ્રથમ વખત 2014 માં, જ્યારે તેઓ વડા પ્રધાનપદના દાવેદાર હતા ત્યારે રોડ શો કર્યો હતો. તેના પછી વર્ષ 2017 માં યુપી વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે રોડ શો કર્યો અને ગુરુવારે એકવાર ફરીથી અગાઉની બે ચૂંટણીઓના પરિણામોને પુનરાવર્તિત કરવા માટે રોડ શો કર્યો.

આપને જણાવી દઈએ કે પીએમ મોદીના રોડ શો એ ગુરુવારે કાશીને રોકવા માટે મજબૂર કરી દીધું હતું. ગુરુવારે સાંજે કાશીમાં જનસૈલાબ ઉમટી પડ્યું. નામાંકન ભર્યા પહેલાં ગુરુવારનો રોડ શો યાદગાર બની ગયો. પીએમ મોદીએ લંકામાં બીએચયૂ સિંહ દ્રારાથી પંડિત મદન મોહન ,માલવીયની પ્રતિમા પર માળા પહેરાવી શો ની શરૂઆત કરી. લગભગ પાંચ કલાક મેગા રોડ શો પછી મોદીએ દશાશ્વમેધ ઘાટ પર ગંગા આરતી પણ કરી. હવે શુક્રવારે એકવાર ફરીથી મોદીના વારસસીમાં શો શરૂ થશે. નામાંકન ભરે તે પહેલાં મોદી કાલભૈરવની પૂજા-અર્ચના કરશે.