રાજકોટ,
રાજ્યના મુુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની સરકારના શાસનને પ્રથમ વર્ષ પૂર્ણ થવા અવસરે સીએમએ રાજકોટમાં કેટલીક યોજનાની જાહેરાત કરી હતી.
આજે કિસાન સંમેલનમાં રાજકોટમાં મુખ્યમંત્રીએ 96 અસરગ્રસ્ત તાલુકા ના 23.24 લાખ ખેડૂતો ને 40.32 લાખ હેક્ટર માટે અંદાજે 2285.59 કરોડ ની પાક નુકસાન ઇનપુટ સહાય ચુકવણીનો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સીએમ રૂપાણીએ 156 ખેડૂતોને ખેત સહાયનું વિતરણ કર્યું હતું. સીએમ રૂપાણીએ પાક વીમાની ચુકવણી અંગે જાહેરાત કરતા કહ્યું હતું કે, અસરગ્રસ્ત ખેડૂતોને કમુરતા બાદ પાક વીમાની સહાય તેમના ખાતામાં જમા આપવામાં આવશે. એટલે કે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પાક વીમાની ચૂકવણીનો પ્રારંભ કરાશે.
સીએમના કહેવા પ્રમાણે અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા વિસ્તારોમાં ખેડૂતોને હેક્ટર દીઠ ઇનપુટ સબસિડી પણ ચુકવવામામં આવશે. સાથે જ 51 તાલુકાઓમાં ઘાસની સબસિડી પણ આપવામાં આવી રહી છે.
વિજય રૂપાણીએ કહ્યું કે જે તાલુકાઓમાં 350 મીલી મીટરથી ઓછો વરસાદ પડ્યો છે તે તમામને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. આ તાલુકાના આશરે 24 લાખ જેટલા ખેડૂતોને સરકાર રૂ. 2285 ઇનપુટ સબસિડી આપશે.
