ગાંધીના ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો મારફતે નિત નવા ટુકા અજમાવવામાં આવે છે. ક્યારેય વાહનમાં ચોર ખાના બનાવીને તો ક્યારેક અન્ય માલ ની આડમાં છુપાવીને ગુજરાતમાં વિપુલ માત્રામાં દારુ ઘુસાડવામાં આવે છે. અને ઘણી વાર પોલીસ દ્વારા ઝડપાઈ પણ જાય છે. આવું જ કઈક સુરત ખાતે પણ બન્યું છે.
સુરત ઓપરેશન ગ્રુપએ પારડી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે. લકઝુરીયસ કાર BMW મારફતે દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. જે સુરત ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.
આ કેસ માં લીસે 2 લાખના દારૂ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, દમણથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા લકઝરીયસ કારનો ઉપયોગ કર્યો હતો. પોલીસને શંકા ન જાય એ માટે મહારાષ્ટ્ર પર્સિંગની કારનો ઉપયોગ કરતા હતા. પોલીસ લકઝરીસ BMW કાર અને દારૂનો જથ્થો કબજે લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
