દહેજમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર જીઆઇડીસીમાં ગેસ લીકેજ થવાની ઘટના બનતી રહે છે. ગેસ લીકેજ થવાની ઘટનાને પગલે ત્યાં કામ કરતા કર્મચારીઓના મોત ઘણીવાર મોત પણ નીપજ્ય છે. આજ રોજ શુક્રવારે પણ આ જીઆઇડીસીમાં આવેલી ટેક્નિક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રેશર વાલ્વ લીકેજ થવાના કારણે ગેસમાં લીકેજ થી હતી અને જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે. કર્મચારીના મોત ને પગલે કંપનીના કામદારોએ હોબાળો મચાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલા જ દહેજ જીઆઇડીસીમાં પ્રેશર વેસેલ પ્લાન્ટમાં ઓર્ગન વેલ્ડિંગ કરતા ગેસ ગળતર થયું હતું, ગેસ ગૅલ્ટરના પગલે ગૂંગળામણ થવાથી મજૂર બેભાન થઇ ગયો હતો. કામદારોએ સુઝબુઝ વાપરી ઝડપથી તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આજે ફરી એક કર્મચારીનું મોત થતા અન્ય કર્મચારીઓમાં રોષ ફેલાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
