Aravalli News : અરવલ્લી મોડાસાના BJPના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો સહિત 6 આરોપીઓ સાથે, એક યુવકને જાહેરમાં માર મારવાનો અને અપહરણનો પ્રયાસ કરવાનો આરોપ છે. આ મામલે મોડાસા ટાઉન પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ છે.
પોલીસે આ મામલે 6 આરોપીઓમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્રો રણજીતસિંહ અને કિરણસિંહ, તેમજ અરવલ્લી જીલ્લા યુવા મોરચાના પ્રમુખ અમીષ પટેલનો સમાવેશ થાય છે. તેમના ઉપર BNS 189(2), 191(2), 191(3), 190, 115(2), 352, 351(3), GP ACT 135 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
આરોપીઓના નામો
- રણજિતસિંહ પરમાર (મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર)
- કિરણસિંહ પરમાર (મંત્રી ભીખુસિંહ પરમારનો પુત્ર)
- અમીષ પટેલ (પ્રમુખ, યુવા મોરચો ભાજપ, જી. અરવલ્લી)
- નરેન્દ્રસિંહ ઝાલા
- ચિરાગ પટેલ
- અજાણ્યો ઈસમ
મળતી માહિતી પ્રમાણે, મોડાસા શહેરમાં કેટલાક શખ્સોએ એક યુવક સાથે જાહેરમાં મારામારી કરી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. વીડિયોમાં એક કારમાં આવેલા આ લોકો, બાઇક સવારને રોકી પેટ્ટા અને લાકડી સાથે તેને પિટતાં દેખાય છે. “તું મોટો ડોન બની ગયો છે” એવું કહી, યુવકને માર મારવામાં આવે છે, અને બાદમાં અપહરણનો પ્રયાસ કરવામાં આવે છે.
આજે વિધાનસત્રમાં હાજર રહેલ BJP ના મંત્રી ભીખુસિંહ પરમારને મીડિયા દ્વારા પુત્રો વિશે પ્રશ્નો પૂછાતા, BJP ના મંત્રી પરમાર વિધાનસભા ખાતેથી “જય શ્રી રામ” કહીને પોતાના પુત્રો વિશે જવાબ આપ્યા વગર જતા રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ નિવેદન અને ઘટના સિવાય BJP ના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણસિંહ ગુજરાતના ચર્ચિત BZ કૌભાંડમાં એક ટ્રસ્ટી તરીકે કાર્યરત હતો અને ભાજપ યુવા મોરચા પ્રમુખ અમીષ પટેલ ટ્રસ્ટી સભ્ય તરીકે કામ કરતો હતો. આને પગલે વિવાદ તીવ્ર વકર્યો છે અને પોલીસે તપાસ હાથ ધરીને કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: સુરતમાં બે કરોડની સોનાની ચોરીની ઘટના, પોલીસને ચોરોનો પડકાર
આ પણ વાંચો: દાણચોરોએ મુંદ્રાના બદલે કંડલા પસંદ કરવા છતાં કસ્ટમ્સે સોપારીની દાણચોરી પકડી
આ પણ વાંચો: નાસિકમાં અન્ડરગાર્મેન્ટ્સ પહેરેલા ચોરોનો આતંક, 5 લાખનું સોનું અને કેળાની કરી ચોરી
